- જમ્મુ-કાશ્મીર ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા
- એક આતંકવાદીની ઓળખ કરાઈ
- આતંકવાદીઓએ હુમલો કર્યો હતો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આજે (મંગળવારે) એન્કાઉન્ટર દરમિયાન લશ્કર-એ-તૈયબા (Le T)-રેઝિસ્ટન્સ ફ્રન્ટના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક અહેવાલો અનુસાર, એન્કાઉન્ટર ત્રણ આતંકવાદીઓને ઠાર મારવાની સાથે સમાપ્ત થયું. સ્પોટ-એ-ઘટનામાંથી ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
IGP of Kashmir નુ નિવેદન
કાશ્મીરના આઈજીપી(Inspector General of Police) વિજય કુમારે શોપિયાં એન્કાઉન્ટર પર નિવેદન આપ્યું છે કે, આ એક મોટી સિદ્ધિ હતી કારણ કે ત્રણેય આતંકવાદીઓ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક આતંકવાદીની ઓળખ ગંદરબલના મુખ્તાર શાહ તરીકે થઈ છે, જે તાજેતરમાં શ્રીનગરમાં બિહારના શેરી વિક્રેતા વિરેન્દ્ર પાસવાનની હત્યા કર્યા બાદ શોપિયાં ભાગી ગયો હતો, આગળ જણાવતા કહ્યુ કે, તેમના પાસેથી ઘણા હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યો
આ એન્કાઉન્ટર સોમવારે સાંજે સેનાના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાંના તુલરાન ઈમામ સાહિબ ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ શરૂ થઈ હતી. વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યો હતો જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર મારવાની સાથે આજે સવારે એન્કાઉન્ટર સમાપ્ત થયું.
ઘરે ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
એન્કાઉન્ટરમાં સેનાની 348 રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ(Central Reserve Police Force) 178 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના તલરાન ઇમામ સાહિબ વિસ્તારને ઘેરો ઘાલ્યો હતો અને આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે ઘરે ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ, ગુજરાતીઓને ફરવા આવવા કર્યું આહ્વાન
આ પણ વાંચોઃ કાશ્મીરમાં અમરનાથથી જોઝિલા સુધી બરફવર્ષા, સુંદર તસવીરો અને વિડીયો આવ્યા સામે