- કોવિડ મહામારીએ નાનકડી બાળકીનું પરિવાર સુખ છીનવ્યું
- શિવમોગાની સૌમ્યા ત્રણ વર્ષની વયમાં જ બની નોંધારી
- માતાનું એક વર્ષ પહેલાં જ થઈ ગયું છે અવસાન
શિવમોગાઃ કોરોનાની ( Covd19 ) કરુણ કહાનીની આ એક ગમગીન કરી દેતી વાત છે. ત્રણ વર્ષની સૌમ્યાએ માત્ર એક વર્ષની ઉંમરે તેની માતાને ગુમાવી દીધી હતી. હવે તે કોવિડને કારણે પિતાને પણ ગુમાવી (Orphan) ચૂકી છે. તેના પિતાના મૃત્યુ વિશે ન જાણતી સૌમ્યા નિયમિતપણે તેના પિતાના મોબાઈલમાં કોલ કરે છે. આ નાનકડી બાળકીને તેના મૃત પિતાને બોલાવતાં જોતાં લાગણીઓને ઢબૂરી રાખવી મુશ્કેલ છે. હવે સૌમ્યાની ફોઇ તેનું ધ્યાન રાખે છે. તેમણે ETV Bharatને જણાવ્યું હતું કે મારા ભાઈનું એક મહિના પહેલાં મૃત્યુ થઈ ગયું. મારી ભાભીનું બે વર્ષ પહેલાં અવસાન થઇ ગયુંં હતું. ત્યારથી સૌમ્યા મને જ મા કહે છે. તેને માતા સાથે એટલો લગાવ નહોતો કારણ કે સૌમ્યા એક વર્ષની જ હતી ત્યારે મૃત્યુ થયું હતું. પરંતુ તે તેના પિતા સાથે લગાવ છે એટલે તેના વિશે પૂછ્યાં કરે છે.
નાનકડી બાળકીએ પહેલાં માતા અને હવે પિતાનું સુખ પણ ગુમાવ્યું
આ નાનકડી બાળકીને જૂઓ, તે પોતાના પિતાને બોલાવવા અપ્પા અપ્પા કહી રહી છે. ત્રણ વર્ષની સૌમ્યા સતત એના પિતાને બોલાવ્યાં કરે છે. તેના પિતા શરણ કર્ણાટકના શિવમોગાના ( Shivmoga ) હોસકોપ્પા ગામના રહેવાસી હતાં. સૌમ્યા એક વર્ષની હતી જ્યારે તેની મમ્મીનું નિધન થયું હતું.ત્યારથી પિતા શરણ જ તેની સારસંભાળ રાખતાં હતાં. પરંતુ કોરોના મહામારીએ ( Corona ) નાનકડી સૌમ્યાનું એ સુખ પણ ઝૂંટવી લેતાં પિતાનું મોત થયું છે અને સૌમ્યા નોંધારી ( Orphan ) થઈ ગઈ.
સૌમ્યાના પિતાને લોકડાઉનના લીધે બેંગ્લુરુ છોડવું પડ્યું હતું
શરણ બેંગ્લૂરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતાં હતાં. કોવિડ મહામારીની પહેલી લહેરમાં ગત વર્ષે લોકડાઉન ( Corona Lockdown ) લાગતાં તેમણે બેંગ્લુરુ છોડી દીધું હતું. શિવમોગામાં ( Shivmoga ) તેમને નાનકડી નોકરી મળી ગઈ હતી. તેમણે પોતાની નોકરીની સાથેસાથે ગરીબો અને જરુરિયાતમંદોની મદદ માટે સંસ્કૃત ફાઉન્ડેશન સ્થાપ્યું અને તેના માધ્યમથી કોરોના સંકટમાં લોકોની મદદ કરી હતી.
સૌમ્યાના પિતા શરણ કોરોના વોરિયર હતાં
કોવિડની બીજી લહેર (Corona Second Wave ) વખતે શરણે કોવિડને (Covid Awareness ) લઇને જનજાગૃતિનું કામ પણ કર્યું હતું. શરણે લગભગ 10,000 લોકોને ફ્રી એન-19 માસ્ક, ગરીબોને સેનિટાઈઝર અને ફૂડ કિટ વહેંચી હતી. એક કોરોના યોદ્ધાના ( Corona Warrior ) રુપમાં કામ કરતાં શરણ પોતે કોવિડ સંક્રમિત થઇ ગયાં અને બાદમાં મોતને શરણ થયાં. શરણની બહેન અખિલા હવે સૌમ્યાની માતા અને પિતા બંને છે. કઠિન સમયમાં આપણે પણ પ્રાર્થના કરીએ કે સૌમ્યા સારા સ્વાસ્થ્ય સાથ મોટી થઈ શકે અને મોટી થઈને પોતાની ફોઇની દેખભાળ કરી શકે.
આ પણ વાંચોઃ કર્ણાટક: કોરોના યોદ્ધા ડોક્ટર પરિવારને જોઈને ઘરના દરવાજેથી જ પરત ફર્યા
આ પણ વાંચોઃ Lockdown: સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટે લોકડાઉનમાં મહેકાવી માનવતાની મહેર