ETV Bharat / bharat

ચૂંટણી પંચના આદેશના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું ઉદ્ધવ ઠાકરે જૂથ

શિવસેનાના બે જૂથો વચ્ચે ચાલી રહેલી લડાઈનો મામલો ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં (Case Of Two Factions Of Shiv Sena Reached Supreme Court) પહોંચ્યો છે. આ વખતે ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના આદેશને લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદ જૂથને 'શિવસેના' પર તેમની સત્તા સાબિત કરવા માટે દસ્તાવેજો આપવા જણાવ્યું છે. આ માટે ચૂંટણી પંચે બન્ને પક્ષોને 8મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

ચૂંટણી પંચના આદેશના વિરુધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું ઉદ્ધવ ઠાકરે જૂથ

author img

By

Published : Jul 25, 2022, 2:19 PM IST

મુંબઈ: ચૂંટણી પંચે પક્ષના બન્ને જૂથોને શિવસેનાનું નામ અને તેના ચૂંટણી ચિન્હને તેની પાર્ટીની ઓળખ બનાવવાના મામલે દસ્તાવેજો સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. તેની સામે શિવસેના ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં (Shiv Sena Will Go To Supreme Court) જશે. પંચે શિવસેનાને બહુમતી સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહ્યું હતું. શિવસેનાએ શિંદે જૂથ વિરુદ્ધ અનેક ન્યાયિક કાર્યવાહી પર ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આદેશ સામે વાંધો ઉઠાવ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યો સાથે સરકાર બનાવી છે.

આ પણ વાંચો: SCમાં આગામી સુનાવણી 1 ઓગસ્ટે, શિંદે જૂથે કહ્યું- "લોકશાહીમાં લોકો PMને પદ પરથી હટાવી શકે છે"

આ મામલાની અંતિમ સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે : પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં જૂથના નેતા અને પ્રવક્તાની નિમણૂક પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ શિવસેનાએ પક્ષ વિરોધી ગતિવિધિઓ કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટનો (Supreme Court) સંપર્ક કર્યો હતો. આ મામલાની અંતિમ સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે, પરંતુશિંદે જૂથના બે તૃતીયાંશ ધારાસભ્યો અને સાંસદોની યાદી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે. આ સાથે પાર્ટીને માન્યતા આપવાની પણ માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: SC શિવસેનાના બંને જૂથોની અરજી પર 20 જુલાઈએ કરશે સુનાવણી

ઠાકરેએ કહ્યું બળવાખોરોને તેમનો અધિકાર મેળવવાનો કોઈ અધિકાર નથી : સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ લડાઈ ચાલી રહી છે, ત્યારે શિંદે જૂથે પત્ર મોકલીને શિવસેનાની મુશ્કેલીઓ વધારી દીધી છે. શિવસેના ધારાસભ્ય અને સાંસદ ન બની શકે. પાર્ટી અને ચૂંટણી ચિન્હ શિવસેનાનું છે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, બળવાખોરોને તેમનો અધિકાર મેળવવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણી પંચે શિવસેનાને આ અંગે 8 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ મામલો પહેલેથી જ કોર્ટમાં પેન્ડિંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.