શિરડી - મહાવિકાસ અઘાડી સરકાર દરમિયાન નિયુક્ત કરાયેલા સાઈબાબા સંસ્થાન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે બરતરફ (Dissolution of Sai Sansthan Board of Trustees) કરી દીધી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે, આગામી બે મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવે અને મંદિરનું સંચાલન પહેલાની જેમ ત્રણ સભ્યોની સમિતિને સોંપવામાં આવે.
કોર્ટે ચુકાદો આપ્યો : સામાજિક કાર્યકર્તા સંજય કાલેએ ઔરંગાબાદ કોર્ટમાં અરજી દાખલ કરી કે, સંબંધિત બોર્ડ ગેરકાયદેસર છે. આ અંગે કોર્ટે ચુકાદો આપ્યો હતો. શિરડી સાંઈબાબા સંસ્થાનની નિમણૂક મહાવિકાસ આઘાડી સરકાર (Mahavikas Aghadi Govt) દરમિયાન કરવામાં આવી હતી. ત્રણ પક્ષની સરકારના કારણે ક્વોટા નક્કી કરવામાં અને તે મુજબ નિમણૂંકો કરવામાં વિલંબ થયો હતો. પ્રથમ તબક્કામાં NCP ધારાસભ્ય આશુતોષ કાલે સહિત કેટલાક સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. કાલેને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું.
4 મહિના પછી નિર્ણય : કોર્ટની દરમિયાનગીરી બાદ બાકીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળની નિમણૂક કરતી વખતે સરકારે પોતે બનાવેલા કાયદાનું પાલન કર્યું નથી. ટ્રસ્ટી મંડળની નિમણૂક નિયમ મુજબ કરવામાં આવી નથી. સામાજિક કાર્યકર સંજય કાલેએ વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી કે, માપદંડનું પાલન કરવામાં આવતું નથી. તેની સુનાવણી થઈ અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે 4 મહિના પછી આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.