ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ: અચોક્કસ મુદ્દત સુધી શિરડી સાંઇબાબા મંદિર બંધ કરાયું - મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ

શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકારી મુખ્ય અધિકારી રવિન્દ્ર ઠાકરેએ માહિતી આપી હતી કે, મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ વધાતા કોરોના કહેરને ધ્યાને લેતા બધા ધર્મસ્થળ બંધ રાખવામાં આવશે. ત્યારે, શિરડીના પ્રખ્યાત સાંઇબાબા મંદિરને પણ સોમવારથી અચોક્કસ મુદ્દત સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં કોરોના બોમ્બ: અચોક્કસ મુદ્દત સુધી શિરડી સાંઇબાબા મંદિર બંધ કરાયું

author img

By

Published : Apr 6, 2021, 8:17 AM IST

Updated : Apr 6, 2021, 1:43 PM IST

  • શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના રવીન્દ્ર ઠાકરેએ મંદિર બંધ રાખવાની કરી જાહેરાત
  • મંદિર પરિસરમાં દૈનિક ધાર્મિક વિધિઓ અને પુજાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે
  • મહારાષ્ટ્રમાં સોમવારે 47,288 નવા કોરોનાના કેસ નોંધાયા હતા

શિરડી(મહારાષ્ટ્ર): કોરોનાના સતત વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીકેન્ડ લોકડાઉન અને રાત્રિ કરફ્યૂ અંગેના જાહેરનામું વચ્ચે શિરડીના પ્રખ્યાત સાંઇબાબા મંદિરના અધિકારીઓએ સોમવારથી અચોક્કસ મુદ્દત સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટના કાર્યકારી મુખ્ય અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ વધાતા કોરોના કહેરને ધ્યાને લેતા બધા ધર્મસ્થળ બંધ રાખવામાં આવશે. તેથી, સાંઇબાબા મંદિર પણ સોમવારે 8 વાગ્યાથી બંધ કરાયું છે. તેમણે કહ્યું કે, મંદિર પરિસરમાં દૈનિક ધાર્મિક વિધિઓ અને પૂજાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ, ભક્તોના રોકાવાનું સ્થળ અને ભોજનાલય બંધ રહેશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફરી નાગપુરમાં લાગ્યું લોકડાઉન

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રઘાન મોદીને પત્ર લખ્યો

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રઘાન મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતુ્ં કે, 25 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવાની છૂટ હોવી જોઈએ. મુખ્યપ્રધાન ઠાકરેએ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી માટે મંજૂરી આપવાના પ્રસ્તાવને સ્વીકારવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં જણાવ્યું છે કે, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. રવિવાર સુધીમાં, રાજ્યમાં 76.86 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના સંકટ યથાવત : પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ

મહામારીને કારણે સોમવારે 155 લોકોના મોત

નોંધપાત્ર વાત છે કે, મહારાષ્ટ્રમાં સોમવારે 47,288 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે, મહામારીને કારણે 155 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અગાઉ, રવિવારે કોરોના વાઇરસના સંક્રમણના 57,074 નવા કેસ નોંધાયા હતા. ત્યારે, 222 દર્દીઓ મહામારીથી મૃત્યુ પામ્યા હતા.

Last Updated : Apr 6, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.