ETV Bharat / bharat

શિલ્પા અને રાજ કુંદ્રા સામેના છેતરપિંડીના આરોપો અંગે રોહિણી કોર્ટે દિલ્હી પોલિસને સમન્સ જારી કર્યું - રોહિણી કોર્ટનું દિલ્હી પોલિસને સમન્સ

રોહિણી કોર્ટે પોર્ન ફિલ્મ બનાવવા માટે રોકાણકારોના પૈસા વાપરવાના આરોપો પર ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવા દિલ્હી પોલિસને નિર્દેશ આપ્યો છે.

શિલ્પા અને રાજ કુંદ્રા સામેના છેતરપિંડીના આરોપો અંગે રોહિણી કોર્ટે દિલ્હી પોલિસને સમન્સ જારી કર્યું

author img

By

Published : Sep 2, 2021, 1:23 PM IST

  • દિલ્હીની રોહિણી કોર્ટે કાઢ્યું સમન્સ
  • શિલ્પા અને રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો મામલો
  • રોકાણકારોના નાણાં પોર્ન ફિલ્મમેકિંગમાં વાપરવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીની રોહિણી કોર્ટે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે પોર્ન ફિલ્મ બનાવવા માટે રોકાણકારોના પૈસા વાપરવાના આરોપમાં દિલ્હી પોલિસને કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ માનસી મલિકે આગામી સુનાવણી 9 નવેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.

કુન્દ્રા દંપતિએ ખોટી માહિતી આપી

આર્ટેક બિલ્ડર્સના ભાગીદાર વિશાલ ગોયલે આ અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ એક ષડયંત્ર હેઠળ તેમની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝનો ઉજ્જવળ ચહેરો બતાવ્યો હતો અને તેમને રોકાણ કરવા કહ્યું હતું. અરજીમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ કહ્યું કે તેમની પાસે એનિમેશન, ગેમિંગ, લાઇસન્સિંગ, ટેકનોલોજી અને બ્યૂટી પ્રોડક્ટ્સનો વ્યવસાય છે.

41 લાખ રૂપિયા રોક્યાં હતાં

આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાલચમાં આવીને અરજદારે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીમાં 41 લાખ રૂપિયા રોક્યાં હતાં.. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને તેમના પૈસાનો ઉપયોગ પોર્ન ફિલ્મો બનાવવા માટે કર્યો હતો. આરોપીએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલો સામે આવ્યાં બાદ પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી મેળવી હતી. અરજીમાં બનાવટી અને ફોજદારી ષડયંત્રનો આરોપ લગાવનાર આરોપી સામે એફઆઈઆર નોંધવાનો આદેશ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોન તપાસ માટે Gandhinagar FSL લવાયા

આ પણ વાંચોઃ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.