- ઉરઈ નજીક આવેલા નેશનલ હાઈવે 27 પર શતાબ્દી બસ પલટી
- તમામ ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં દાખલ કરાયા
- અન્ય પ્રવાસીઓ માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં ઉરઈ નજીક આવેલા નેશનલ હાઈવે 27 પર પૂરઝડપે આવતી શતાબ્દી બસ મોડી રાત્રે પલટી ગઈ હતી. પોલીસ અને સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચી બસમાંથી પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. આ ઘટના ઉરઈ કોતવાલી વિસ્તાર હેઠલ નેશનલ હાઈવે 27ની છે, જ્યાં પુણે તરફથી શતાબ્દી બસ ગોરખપુર આવી રહી હતી. તે દરમિયાન જ ઉરઈ બાયપાસના ગોવિન્દમ ચાર રસ્તા પર બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચી તમામને બચાવી લીધા હતા.
આ પણ વાંચોઃ ભરૂચના ઝાડેશ્વર નજીક ST બસની અડફેટે બાઇક સવાર દંપત્તિનું મોત
બસનો ડ્રાઈવર નશામાં હોવાથી અકસ્માત સર્જાયોઃ પ્રવાસીઓ
સંતોષ કુમાર નામના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર અનિયંત્રિત થઈને બસ પલટી જતા શતાબ્દી બસ પલટી ગઈ હતી, જેમાં 1 ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો. એટલે જ આ અકસ્માત થયો હતો.