મુંબઈ: NSE નિફ્ટી 153.15 પોઈન્ટ વધીને 17,815.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નાણાપ્રધાને બજેટ ભાષણ દરમિયાન તરત જ ટેક્સ સ્લેબ અને મુક્તિમાં ફેરફારની જાહેરાત કરી હતી. બજારના બંને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,033.14 પોઈન્ટ અથવા 1.73% વધીને 60,583.04 પર પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી ઈન્ડેક્સ 262.55 પોઈન્ટ અથવા 1.49% ના મજબૂત ઉછાળા સાથે 17,924.70 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: INDIA BUDGET 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરી રહ્યા છે પેપરલેસ બજેટ
શેર માર્કેટ પર અસર: અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગના હેંગસેંગ અગ્રણી હતા. મંગળવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અસ્થિર ટ્રેડિંગમાં સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે 59,549.90 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 13.20 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના વધારા સાથે 17,662.15 પોઈન્ટ પર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.48 ટકા ઘટીને બેરલ દીઠ 84.49 ડોલર પર હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ મંગળવારે રૂપિયા 5,439.64 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
બજેટમાં ક્યો રજુ થાશે: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આજે સવારે 11 વાગ્યે લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. લોકસભામાં 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યં. તે 2023-24 માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચની વિગતો રાખવામાં આવી. નાણાપ્રધાન રાજકોષીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ, 2003, મધ્યમ ગાળાની રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ વ્યૂહરચના અને મેક્રો-ઈકોનોમિક ફ્રેમવર્ક પર વિગતો પણ રજૂ કરવામાં આવશે.
ગઈકાલે શેરબજારમાં તકેદારી જોવા મળી હતી: સામાન્ય બજેટના એક દિવસ પહેલા સ્થાનિક શેરબજારોમાં મામૂલી ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે, 1 ફેબ્રુઆરીએ યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય બેઠકના પરિણામોના એક દિવસ પહેલા મંગળવારે, રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે સ્થાનિક શેર બીએસઈ સેન્સેક્સ 49 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. અસ્થિર ટ્રેડિંગના છેલ્લા કલાકમાં, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકા વધીને 59,549.90 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે 59,787.63 પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો અને 59,104.59 પોઈન્ટની નીચી સપાટીએ આવ્યો.
આ પણ વાંચો: Budget 2023: 150 વર્ષથી પણ જૂનો બજેટનો ઈતિહાસ, ગુજરાતીએ આપ્યું હતું સૌથી ટૂંકુ ભાષણ
NSE: નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ 13.20 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના મામૂલી વધારા સાથે 17,662.15 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ 3.53 ટકા વધવામાં સફળ રહી. અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈટીસી, ટાટા મોટર્સ, ટાઈટન અને આઈસીઆઈસીઆઈ બેંક પણ લાભાર્થીઓમાં હતા. બીજી તરફ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક અને એચડીએફસીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
બજારનો મિશ્ર અભિપ્રાય: જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “વિશ્વના અન્ય બજારોની સરખામણીમાં સ્થાનિક શેરબજારનું પ્રદર્શન હળવું હતું. તેનું કારણ શેરનું ઊંચું મૂલ્યાંકન છે. આ સિવાય અદાણી ગ્રુપના એપિસોડની પણ બજાર પર અસર પડી છે. FII (ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર)નું વેચાણ વધ્યું છે. હવે રોકાણકારોની નજર બજેટ અને ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ પર છે. આ અંગે બજારનો મિશ્ર અભિપ્રાય છે.
સંસદમાં આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી: સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર સાત ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમાં, નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર ધીમો પડીને 6-6.8 ટકા રહેવાની ધારણા છે. રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઇસ-પ્રેસિડેન્ટ (ટેક્નિકલ રિસર્ચ) અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, હવે તમામની નજર કેન્દ્રીય બજેટ પર છે અને અમે બુધવારે બજારમાં તીવ્ર વોલેટિલિટીની અપેક્ષા રાખીએ છીએ. બે દિવસ સુધી લગભગ સ્થિર રહેલો ઇન્ડેક્સ ઘટ્યા પછીની રાહત દર્શાવે છે.
શેરનું વેચાણ: બ્રોડર માર્કેટમાં BSE મિડકેપ અને સ્મોલકેપમાં 2.21 ટકા સુધીનો વધારો થયો છે. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા વિશ્વભરના બજારો આશંકિત દેખાતા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ખોટમાં રહ્યા હતા. યુરોપના મુખ્ય બજારોમાં શરૂઆતના વેપારમાં ઘટાડાનું વલણ હતું. સોમવારે યુએસ માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.18 ટકા ઘટીને USD 83.90 પ્રતિ બેરલ થયું હતું. સ્ટોક માર્કેટના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂપિયા 6,792.80 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.