ન્યુઝ ડેસ્ક: દેશમાં ઘણા તહેવારો (Festivals India) ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આમાંનો એક તહેવાર છે નવરાત્રી (Navaratri 2022). આ તહેવાર દેવી દુર્ગાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગા (Goddesses Durga)ના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા (Dashera Festival) ઉજવવામાં આવે છે.નવરાત્રિ વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી સુધી ઉજવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રી (Shardiya Navaratri 2022)નો મહાપર્વ 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબર, બુધવાર સુધી ઉજવાશે.
શારદિય નવરાત્રીનું મહત્વ: શારદિય નવરાત્રિમાં દેવી શક્તિ મા દુર્ગાના ભક્તો તેમના નવ સ્વરૂપોની વિધિપૂર્વક સાથે પૂજા કરે છે. નવરાત્રિ દરમિયાન ઘરોમાં કળશ સ્થાપિત કરીને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં (Significance of Sharadiya Navratri) આવે છે. નવરાત્રિ દરમિયાન દેશભરમાં અનેક જગ્યાએ મેળાઓ યોજાય છે. આ ઉપરાંત મંદિરોમાં જાગરણ અને મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ઝાંખીઓ બનાવવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવાથી ભક્તોને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે. દશેરાનો તહેવાર એટલે કે 'વિજયાદશમી' નવરાત્રિ પછીના દસમા દિવસે ઉજવવામાં આવે છે. જે રાવણ પર ભગવાન રામની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે.
નવરાત્રિ પર માં શક્તિની પૂજા: નવરાત્રિના દિવસોમાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. શુભ મુહૂર્તમાં પ્રથમ દિવસે કળશની સ્થાપના કરો. કળશમાં ગંગાજળ ભરો અને તેના પર આંબાના પાન મૂકો. કળશના ગળા પર પવિત્ર લાલ દોરો અથવા મોલી બાંધો અને લાલ ચુંદડીમાં નાળિયેરને લપેટો. તેને આંબાના પાન પર રાખો. કળશને માટીના વાસણ પાસે અથવા તેની ઉપર રાખો. માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરરોજ થોડું પાણી છાંટવું. આ નવ દિવસોમાં મા દુર્ગા મંત્રનો જાપ કરો. દેવી-દેવતાઓની પણ પૂજા કરો. ફૂલ, કપૂર, અગરબત્તી, સુગંધ અને રાંધેલી વાનગીઓ સાથે પૂજા કરવી જોઈએ.આઠમા અને નવમા દિવસે એક જ પૂજા કરો અને નવ કન્યાઓને તમારા ઘરે બોલાવો. આ નવ કન્યાઓ મા દુર્ગાના નવ સ્વરૂપોનું દર્શાવે છે. તેથી તેમને સ્વચ્છ અને આરામદાયક જગ્યાએ બેસાડો અને તેમના પગ ધોવો. તેમની પૂજા કરો, તેમના કપાળ પર તિલક લગાવો અને તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસો. દુર્ગા પૂજા પછીના છેલ્લા દિવસે ઘટ (Worship of Shakti on Navratri) વિસર્જીત કરો.
મહાનવમીનું મહત્વ: ધાર્મિક દંતકથાઓ અનુસાર, માં દુર્ગાએ દાનવોના રાજા મહિષાસુર સામે 9 દિવસ સુધી યુદ્ધ કર્યુ હતું. તેથી આ તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમીના દિવસે મા દુર્ગાએ અસત્ય પર વિજય મેળવ્યો હતો. તેથી તેને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, નવરાત્રિમાં માં દુર્ગા ભક્તોની વચ્ચે ધરતી પર આવે છે અને તેમને ઈચ્છાઓની પૂર્તિના આશીર્વાદ આપે છે. માં અંબેની કૃપા મેળવવા માટે આ 9 દિવસમાં માં દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગા પ્રસન્ન થાય તે માટે વ્રત, પૂજા વગેરે કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. આ પછી અષ્ટમી અને નવમી તિથિએ ઉપવાસ કરીને વ્રત કરવામાં આવે છે. આવો જાણીએ આ વખતે કયા દિવસે મહાશતમી અને નવમી તિથિ છે.
શારદીય નવરાત્રિ 2022ની તિથિઓ
- 26 સપ્ટેમ્બર (પ્રથમ દિવસ) – માં શૈલપુત્રી પૂજા
- 27 સપ્ટેમ્બર (બીજો દિવસ)- માં બ્રહ્મચારિણી પૂજા
- 28 સપ્ટેમ્બર (ત્રીજો દિવસ)- માં ચંદ્રઘંટા પૂજા
- 29 સપ્ટેમ્બર (ચોથો દિવસ)- માં કુષ્માંડા પૂજા
- 30 સપ્ટેમ્બર (પાંચમો દિવસ) – માં સ્કંદમાતા પૂજા
- 1 ઓક્ટોબર (છઠ્ઠો દિવસ) – માં કાત્યાયની પૂજા
- 2 ઓક્ટોબર (સાતમો દિવસ ) - માં કાલરાત્રી પૂજા
- 3 ઓક્ટોબર (આઠમો દિવસ ) - માં મહાગૌરી પૂજા
- 4 ઓક્ટોબર (નવમો દિવસ) - માં સિદ્ધિદાત્રી પૂજા
- 5 ઓક્ટોબર (દસમો દિવસ) - વિજયાદશમી અથવા દશેરા