- દેશના ક્રાંતિકારી યુવાન શહિદ ભગતનો આજે જન્મદિવસ
- બેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર પડે છે : ભગતસિંહ
- બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવનાર શહિદ-એ- આઝમ ભગતસિંહ
નવી દિલ્હી: દેશ આજે શહીદ-એ-આઝમ ભગત સિંહનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રેમી, પાગલ અને કવિ એક જ વસ્તુથી બનેલા હોય છે અને દેશભક્તોને હંમેશા લોકો પાગલ કહે છે.
માત્ર 23 વર્ષની ઉંમરે તેમની ફાંસીના માચડે ચડ્યા
સમગ્ર દેશ આ યુવાન ક્રાંતિકારીને યાદ કરી રહ્યો છે, જેણે પોતાની વિચારસરણી અને મજબૂત ઇરાદાથી બ્રિટીશ શાસનને હચમચાવી નાખ્યું. આ દિવસે 1907 માં ભગત સિંહનો જન્મ થયો હતો. ખૂબ જ નાની ઉંમરથી, તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નોંધપાત્ર નાયકોમાંના એક બન્યા, બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવ્યો, સામ્રાજ્યને લક્ષ્ય બનાવવાના તેમના ક્રાંતિકારી પગલાં અને માત્ર 23 વર્ષની ઉંમરે તેમની ફાંસીના માચડે ચડી ગયા હતા.
ભગતસિંહના જન્મદિવસ પર કેટલાક તેમના ક્રાંતિકારી વિચારો
- બેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર પડે છે
- બોમ્બ અને બંદુકથી ક્રાંતિ નથી આવતી, ક્રાંતિની તલવાર વિચારોની શાન પર તેજ ચાલે છે
- પ્રેમી, પાગલ અને કવિ એક જ વસ્તુથી બનેલા હોય છે અને દેશભક્તોને હંમેશા લોકો પાગલ કહે છે
- જિંદગી તો માત્ર પોતાના ખભા પર જિવાય, બાકી બીજાના ખભા પર માત્ર અર્થી જ ઉઠે છે
- વ્યકિતઓને કચડીને પણ તમે તમારા વિચારોને મારી શકતા નથી
- તે મને મારી શકે છે પણ મારા વિચારોને નહી, તેમ મારા શરીરને કચડી શકે મારા જુસ્સાને નહી
આ પણ વાંચો: