ETV Bharat / bharat

બેંગલુરુ મેટ્રોમાં યુવતીની છેડતી, સ્ટેશન પર જ ઝડપાયો આરોપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 5:59 PM IST

કર્ણાટકમાં મેટ્રોમાં યુવતીની છેડતી કરનાર શખ્સ સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો. બસમાં મોબાઈલ ચોરીના કેસમાં પણ તે ઝડપાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કર્ણાટકમાં મેટ્રોમાં યુવતીની છેડતી
કર્ણાટકમાં મેટ્રોમાં યુવતીની છેડતી

બેંગલુરુ: 'નમ્મા મેટ્રો'માં એક છોકરીનું યૌન શોષણ કરનાર આરોપીને સુરક્ષાકર્મીઓએ પકડીને ઉપરાપેટ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. આરોપીની ઓળખ લોકેશ આચર તરીકે થઈ છે.

મહિલાની છેડતી: આરોપ છે કે લોકેશ આચરે ગુરુવારે સવારે 9.40 વાગ્યે બેંગલુરુના રાજાજીનગરમાં મેટ્રોમાં સવાર થઈ રહેલી 22 વર્ષની મહિલાને બદઈરાદાથી સ્પર્શ કર્યો હતો. શરૂઆતમાં તેણીએ આ ઘટનાની અવગણના કરી, પરંતુ આરોપીની ઇરાદાપૂર્વકની ક્રિયાઓની જાણ થતાં તેણીએ તેનો સામનો કર્યો અને બૂમો પાડવા લાગી. જેવી ટ્રેન મેજેસ્ટિક સ્ટેશન પર પહોંચી કે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા કર્મચારીઓ અને સહ-યાત્રીઓએ તેને પકડી લીધો. બાદમાં આરોપીને ઉપરપેટ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી: પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રીઢો ગુનેગાર છે. અગાઉ પણ તે BMTC બસમાં એક યુવતીનો મોબાઈલ ફોન ચોરતી વખતે પકડાયો હતો. આરોપીઓ પાસેથી 20 મોબાઈલ ફોન અને એક ટુ વ્હીલર કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે ગયા મહિને એક મહિલાએ નાદપ્રભુ કેમ્પેગૌડા મેટ્રો સ્ટેશન પર ભીડના સમયે એક પુરુષ પર તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. ઘટના બાદ મેટ્રો સ્ટેશનો પર તકેદારી અને દેખરેખ વધારી દેવામાં આવી છે, જેના કારણે આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કરવામાં મદદ મળી છે.

  1. ચોરીના ગુનામાં નાસ્તા ફરતા ચિકલીગર ગેંગના 3 સાગરિતો ઝડપાયા, બંધ મકાનોને કરતા હતાં ટાર્ગેટ
  2. પોરબંદરના કુછડી ગામના ઉપસરપંચ ખનીજ ચોરીમાં ગુનો દાખલ થતાં સસ્પેન્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.