બગદાદ: ISISના આતંકવાદીઓની બર્બરતાની કહાની કોઈનાથી છુપાયેલી નથી. આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને સીરિયા અને ઈરાકમાં એવી તબાહી મચાવી કે દુનિયાભરના દેશોએ તેમની સામે એકઠા થવું પડ્યું હતું. શરૂઆતથી જ આ આતંકવાદીઓનું અસલી નિશાન લઘુમતી યઝીદી સમુદાય હતું. આ આતંકવાદીઓ બંદૂકની અણીયે યઝીદી મહિલાઓને સેક્સ સ્લેવ બનાવીને તેમનું શારીરિક શોષણ કરે (Woman eat Her child) છે.
ISISની બર્બરતાની કહાની : આ ખતરનાક આતંકવાદી સંગઠનની બર્બરતાથી બચી ગયેલી ઘણી યઝીદી મહિલાઓએ ISIS દ્વારા બર્બરતાની કહાની કહી છે. આ યઝીદી મહિલાને ઇરાકી સાંસદ વિયાન દાખિલ દ્વારા ISISના કબજામાંથી બચાવી લેવામાં આવી હતી. આ પછી તે મહિલાએ જે કહ્યું તે સાંભળીને પગની નીચેથી જમીન હટી જશે. તે મહિલાએ તેના જીવનની આત્યંતિક દુર્ઘટનાનો સામનો કર્યો છે.
-
In a heart wrenching incident, a sex slave, who was captured by ISIS revealed on how she was forced to eat her one-year old child with rice.
— Zidan Ismail (@zidan_yezidi) July 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
In an interview, Iraqi MP Vian Dakhil 1/2
pic.twitter.com/AEbN03TOnQ
">In a heart wrenching incident, a sex slave, who was captured by ISIS revealed on how she was forced to eat her one-year old child with rice.
— Zidan Ismail (@zidan_yezidi) July 31, 2022
In an interview, Iraqi MP Vian Dakhil 1/2
pic.twitter.com/AEbN03TOnQIn a heart wrenching incident, a sex slave, who was captured by ISIS revealed on how she was forced to eat her one-year old child with rice.
— Zidan Ismail (@zidan_yezidi) July 31, 2022
In an interview, Iraqi MP Vian Dakhil 1/2
pic.twitter.com/AEbN03TOnQ
આતંકીઓએ તેને સેક્સ સ્લેવ : ઇરાકી સાંસદ વિયાન દાખિલે ઇજિપ્તની ટીવી ચેનલ એક્સટ્રા ન્યૂઝને જણાવ્યું હતું કે, મહિલાને ત્રણ દિવસ સુધી ભોજન અને પાણી વિના ભોંયરામાં કેદ કરવામાં આવી હતી. જ્યારે તે મહિલાને બચાવી લેવામાં આવી ત્યારે તેણે પોતાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ISISના આતંકીઓએ તેને સેક્સ સ્લેવ તરીકે રાખી હતી. તેની સાથે એક વર્ષનો બાળક પણ હતો, જેને આતંકવાદીઓએ બળજબરીથી અલગ કરી દીધો હતો.
પુત્રને ભાત સાથે ખવડાવ્યો : ત્રણ દિવસ બાદ એક આતંકવાદીએ તેના જ પુત્રની હત્યા કરી તેનું માંસ રાંધ્યું અને મહિલાને ભાત સાથે ખાવાનું આપ્યું હતું. તે ગરીબ મહિલાએ અજાણતા તે ખોરાક પણ ખાઈ લીધો હતો. બાદમાં તેને ખબર પડી કે, જે તેણે ખાધું હતું તે માંસ તેના પુત્રનું હતું.