ETV Bharat / bharat

HIV POSITIVE IN HALDWANI JAIL: હલ્દવાની જેલમાં 54 કેદીઓ HIV પોઝીટીવ મળી આવતા જેલ પ્રશાસનમાં ખળભળાટ

author img

By

Published : Apr 8, 2023, 4:07 PM IST

હલ્દવાની જેલમાં 54 કેદીઓ HIV સંક્રમિત મળી આવ્યા છે. એક મહિલા કેદી પણ HIV પોઝીટીવ મળી આવી છે. જેના કારણે જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ કેદીઓની હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

several-prisoners-found-hiv-positive-in-haldwani-jail

હલ્દવાની (ઉત્તરાખંડ): સૌથી વધુ કેદીઓ ધરાવતી કુમાઉની હલ્દવાની જેલમાં HIV બોમ્બે હલચલ મચાવી દીધી છે. જેલમાં HIV સંક્રમિત કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. હલ્દવાની જેલમાં 54 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. જેમાં એક મહિલા કેદીનો પણ સમાવેશ થાય છે. તમામ HIV સંક્રમિત કેદીઓની સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. આ તમામ કેદીઓ તપાસ દરમિયાન HIV પોઝીટીવ મળી આવ્યા છે. બીજી તરફ, તબીબોના જણાવ્યા અનુસાર, એચઆઈવી સંક્રમિત જોવા મળેલા મોટાભાગના કેદીઓ ડ્રગ્સના બંધાણી છે.

દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે: હલ્દવાની જેલમાં તેની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. હાલમાં 1629 પુરૂષ જ્યારે 70 મહિલા કેદીઓ છે. આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં કેદીઓ એચઆઈવી પોઝીટીવ હોવાનું સામે આવ્યા બાદ જેલ પ્રશાસન દ્વારા કેદીઓના રૂટીન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જેથી એચઆઈવી સંક્રમિત કેદીઓને સમયસર સારવાર મળી શકે.

આ પણ વાંચો Foreign Tourists in India: વિદેશી પ્રવાસીઓના ભારતમાં આગમનમાં સુધારો, 2022માં આટલા લાખ પ્રવાસીઓ આવ્યા

સુશીલા તિવારી હોસ્પિટલમાં એઆરટી સેન્ટર બનાવાયું: સુશીલા તિવારી હોસ્પિટલના પ્રિન્સિપાલ ડો.અરુણ જોશીએ જણાવ્યું હતું કે એચઆઈવીના દર્દીઓ માટે એઆરટી સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જેલમાં એચઆઈવી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ મોટાભાગે કેદીઓમાં ડ્રગ્સની લતને કારણે જોવામાં આવ્યું છે. કોઈપણ કેદી જે એચઆઈવી પોઝીટીવ જણાય છે તેને મફત સારવાર અને દવાઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો Maharashtra Politics: 'અજીત દાદા નોટ રિચેબલ'ની અફવાનું પવારે કર્યું ખંડન, કહ્યું- તબિયત અસ્વસ્થ હતી

જેલ પ્રશાસનને પરસેવો વળી ગયો: સુશીલા તિવારી હોસ્પિટલના પ્રિન્સિપાલ ડૉ. અરુણ જોશીએ જણાવ્યું કે HIV પોઝિટિવથી ગભરાવાની જરૂર નથી. પરંતુ આમાં સાવચેતી અને જાગૃતિ ખૂબ જ જરૂરી છે જેથી એચઆઈવી અન્ય દર્દીઓમાં ન ફેલાય. હલ્દવાની જેલના અધિક્ષક પ્રમોદ પાંડેએ જણાવ્યું હતું કે જેલમાં તમામ એચઆઈવી પોઝીટીવ દર્દીઓનું રૂટીન ચેકઅપ સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટર દ્વારા કરવામાં આવે છે. આ સાથે આ રોગથી બચવા માટે કેદીઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને બચાવની માહિતી આપવામાં આવે છે. જેલમાં 54 HIV પોઝીટીવ દર્દીઓ છે. જેમાં એક મહિલા દર્દીનો પણ સમાવેશ થાય છે. કેદીઓના HIV પરીક્ષણ માટે સમયાંતરે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. માહિતી અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં તપાસમાં 23 HIV પોઝિટિવ કેદીઓ મળી આવ્યા છે, જ્યારે માર્ચ મહિનામાં 17 HIV પોઝિટિવ કેદીઓ સામે આવ્યા છે. બાકીના 14 કેદીઓ અગાઉના કેદીઓમાં સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.