તુર્કીઃ દક્ષિણ તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનૂસાર તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 અને 5.8 માપવામાં આવી છે. આ પહેલા પણ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે મોટાપાયે વિનાશ થયો હતો અને મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. હજુ આ આંકડામાં અંત આવે એ પહેલા ફરી વાર ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
-
#TurkeyEarthquake | 32 aftershocks reported so far after two earthquakes of magnitude 6.3 & 5.8 jolted Turkey's Hatay province. Injured being rushed to Adana, reports Turkey's Anadolu news agency
— ANI (@ANI) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TurkeyEarthquake | 32 aftershocks reported so far after two earthquakes of magnitude 6.3 & 5.8 jolted Turkey's Hatay province. Injured being rushed to Adana, reports Turkey's Anadolu news agency
— ANI (@ANI) February 20, 2023#TurkeyEarthquake | 32 aftershocks reported so far after two earthquakes of magnitude 6.3 & 5.8 jolted Turkey's Hatay province. Injured being rushed to Adana, reports Turkey's Anadolu news agency
— ANI (@ANI) February 20, 2023
લોકોના મોત: તુર્કીના દક્ષિણી હટાય પ્રાંતમાં સ્થાનિક સમય અનુસાર 20.04 વાગ્યે ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ત્રણ મિનિટ સુધી ભૂકંપ આવ્યો હતો અને તીવ્રતા 6.4 હતી. જે બાદ ત્યાના સ્થાનિક તંત્ર દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકો કાટમાળમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. તુર્કીથી આશરે 100 કિલોમીટર નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો NDRF's Romeo and Julie : NDRFના રોમિયો અને જુલીએ 6 વર્ષની બાળકીનો બચાવ્યો જીવ
ગુજરાતમાં ભૂકંપ: ગુજરાતમાં પણ વાંરવાર ભૂકંપ આવી રહ્યા છે. કચ્છ અને અમરેલી અને સુરતમાં સતત ભૂંકપ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આવેલા મતિયાળા અને સાવરકુંડલામાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. જેના કારણે લોકોને રાત્રે પણ નિંદર આવતી નથી. જોકે 2001માં આવેલા ભૂંકપના કારણે હજુ પણ લોકો ભયમાં જ જીવે છે.
આ પણ વાંચો IIT Kanpur ના પ્રોફેસર કહ્યું ભારતના ઝોન-5 શહેરોમાં ભૂકંપની વધુ છે શક્યતા
કટોકટી સર્જાઈ: તુર્કીના જે જે વિસ્તારમાં ભૂકંપની અસર થઇ છે તે વિસ્તારમાં તમામ સુવિધાઓ બંધ થઈ ગઈ છે. લોકો પાણી અને ખોરાક માટે વલખા મારી રહ્યા છે. ભારત સરકાર દ્રારા મદદ પણ કરવામાં આવી રહી છે. બીજા બાજુના દેશો પોતાનો પાડોશી ધર્મ નિભાવી રહ્યા છે અને મદદએ પાણી અને ખોરાક પહોંચાડી રહ્યા છે.