કેન્ટુકી: યુએસના કેન્ટુકીના લુઇસવિલેમાં બેંક ગોળીબારમાં પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. અમેરિકન પોલીસ અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી છે. લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગના વચગાળાના વડા જેક્લીન ગિવિન વિલારોએલના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ: પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને ફોન આવ્યો કે એક શકમંદ સવારે 8:35 વાગ્યે ફાયરિંગ કરી રહ્યો છે. માહિતી પર અમેરિકન પોલીસ ત્રણ મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. ગેવિન વિલારોએલે કહ્યું કે સત્તાવાળાઓએ ઝડપથી કાર્યવાહી કરી, જેથી અન્ય કોઈની હત્યા ન થઈ શકે. લુઇસવિલે પોલીસ વિભાગના વચગાળાના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શૂટર સોમવારે સવારે બેંક પર થયેલા હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો.
બેંક પર કબજો: એલએમપીડીના વચગાળાના વડા જેકલીન ગીવિન વિલારોએલે જણાવ્યું હતું કે હુમલાખોરે બેંક પર કબજો કરી લીધો હતો. આ દરમિયાન બેંકમાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો ગભરાટમાં આવી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શૂટરે ઓલ્ડ નેશનલ બેંકમાં કથિત રીતે ગોળીબાર કર્યો ત્યારે તે રાઈફલથી સજ્જ હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોર પહેલા બેંકમાં કામ કરતો હતો.
આ પણ વાંચો: US terminates national emergency: બિડેને અમેરીકામાં COVID-19 રોગચાળાને લગતી રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત કરી
5ના મોત: અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં 5 લોકોના મોત તેમજ બે પોલીસ અધિકારીઓ અને 7 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી હતી, જ્યારે એક પોલીસ અધિકારી સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: રશિયા પાસેથી તેલ આયાત કરવાના મામલે ભારત હવે ત્રીજા નંબરે
ગોળીબારની નિંદા: રાષ્ટ્રપતિ જો બાઈડને કેન્ટુકીના લુઇસવિલેમાં એક બેંકમાં સોમવારે થયેલા ગોળીબારની નિંદા કરી છે. તેમણે કહ્યું કે ફરી એકવાર આપણો દેશ બંદૂકની હિંસાના મૂર્ખામીભર્યા કૃત્ય બાદ શોકમાં છે. ઘણા બધા અમેરિકનો તેમના જીવન સાથે નિષ્ક્રિયતાની કિંમત ચૂકવી રહ્યા છે. ગોળીબારનો જવાબ આપતા, બિડેને એક ટ્વીટમાં કહ્યું કે કોંગ્રેસમાં રિપબ્લિકન આપણા સમુદાયોની સુરક્ષા માટે ક્યારે કાર્ય કરશે ?