લખનઉ, ઉત્તર પ્રદેશ : કુશીનગરમાં બુધવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્ન સમારોહમાં હલ્દી સમારોહ દરમિયાન ઘણી છોકરીઓ અને મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. જેમાં યુવતીઓ સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત (women fell in well ) થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, હલ્દી સમારોહ દરમિયાન બધા કુવાની જાળી પર બેસીને પૂજા કરી રહ્યા હતા, ત્યારે જાળી તૂટવાને કારણે આ મોટી દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો : દિલ્હીથી આરોપીને લઈને આવતા ગુજરાત પોલીસના જવાનોને નડ્યો અકસ્માત, 4 પોલીસકર્મી સહિત આરોપીનું મોત
ડોક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કર્યા
દુર્ઘટના બાદ લોકોએ બધાને કૂવામાંથી બહાર કાઢ્યા અને તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ 13 લોકોને મૃત જાહેર કર્યા (13 died in Kushinagar accident) હતા. પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ અંધારાના કારણે મુશ્કેલી સર્જાઈ હતી.
લગ્નમાં માતમ છવાયો
કહેવાય છે કે નૌરંગિયા સ્કૂલ ટોલાના રહેવાસી પરમેશ્વર કુશવાહાના લગ્ન સમારોહ હેઠળ હલ્દી સમારોહ ચાલી રહ્યો હતો. દરમિયાન રાત્રે 10 વાગ્યાના સુમારે ગામની વચ્ચોવચ બનાવેલા જૂના કૂવા પાસે 50-60 મહિલાઓ અને યુવતીઓ ઉભી હતી. કૂવો લોખંડની જાળીથી ઢંકાયેલો હતો, જેના પર ઘણા લોકો ચઢી ગયા હતા. ત્યારે કુવા પાસે ઉભેલી અનેક મહિલાઓ અને યુવતીઓ લોખંડની જાળી તુટી જવાના કારણે કૂવામાં પડી ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કુશીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. રાજલિંગમે કહ્યું કે, દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઈથી કચ્છ જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, હળવદ નજીક ગાડી પલટી જતા 3ના મોત
યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.