ચેન્નઈ: તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક મંદિર દ્વારા કાઢવામાં આવેલી રથયાત્રા દરમિયાન 11 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને તે તમામના મોત(Eleven devotees die due to electric shock) થયા છે. આ લોકો હાઇ ટેન્શન ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું કે, મૃતકોમાં બાળકોનો પણ સામાવેશ છે. અપ્પર મંદિરની રથયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે બુધવારે વહેલી સવારે કાલીમેડુ નજીક આ દુ:ખદ ઘટના બની હતી. ઉત્સવ બાદ રથ મંદિરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
-
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 27, 2022
11 લોકો મોતને ભેટ્યા - પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રથ ફેરવાઈ રહ્યો હતો અને તે દરમિયાન તે ઉપરથી પસાર થતા ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવ્યો, જેના કારણે રથમાં હાજર લોકોને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનામાં ઘાયલ ચાર લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. રથને કરંટ લાગવાથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. તિરુચિરાપલ્લી (સેન્ટ્રલ ઝોન)ના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણને જણાવ્યું હતું કે, તંજાવુર જિલ્લામાં મંદિર કાર ઉત્સવ (રથ ઉત્સવ)માં રથ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે.