કાકીનાડા: આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ મંડલના રામમપેટા ખાતે ઓઈલ ફેક્ટરીમાં ગેસની ટાંકી સાફ કરતી વખતે સાત કામદારોના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા હતા. મૃતકોમાં પાંચ લોકો પડેરુના રહેવાસી હોવાનું સામે આવ્યું છે જયારે બાકીના પુલીમેરુના રહેવાસી છે. મળેલી માહિતી અનુસાર મૃતકો અંબાતી સુબન્ના તેલ ફેક્ટરીમાં ગેસની ટાંકી સાફ કરી રહ્યા હતા. ટાંકીમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો અને સાત કામદારો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા અને એક કામદાર સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો.
ઝેરી ગેસથી થયા મોત: ટાંકીમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો અને ગેસ શ્વાસમાં લેનારા સાત કામદારો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા જ્યારે એક કામદાર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. કામદારો લગભગ 10 દિવસ પહેલા ફેક્ટરીમાં જોડાયા હતા. તેલ ફેક્ટરી લોકપ્રિય AS બ્રાન્ડ જીંજેલી તેલ અને અન્ય તેલનું ઉત્પાદન કરે છે અને મુખ્ય કાર્યાલય સમરલાકોટામાં સ્થિત છે.
udpate....