- બસ સ્ટેન્ડમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
- ફાયર એન્જિનની કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ
- આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે
દમોહ (મધ્યપ્રદેશ): દમોહનાં બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગતા 7 જેટલી બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાના કલાકો બાદ પણ હજુ સુધી આગના કારણો સામે આવ્યા નથી.
આ પણ વાંચો: વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઇનમાં આગનો બનાવ
આગને કાબૂમાં લેવામાં આવી
મળતી માહિતી મુજબ, બસ સ્ટેન્ડ પર અચાનક લાગેલી આગે ઝડપથી વીકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ ઝડપથી ફેલાયેલી આગે આસપાસની અનેક બસોને એક પછી એક આગના ઝપેટમાં આવવા લાગી હતી. તે જ સમયે, આગની જાણ થતાં જ ફાયર એન્જિન અને પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તે દરમિયાન ફાયર એન્જિન દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ શરૂ કરી હતી અને કલાકોની મહામહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 28 ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની ઘટનાઓ બની, 14 લોકોના મૃત્યુ થયા
આગ લાગવાનું કારણ અકબંધ
શહેરમાં બનેલી આ ઘટના અંગે CSP અભિષેક તિવારીએ જણાવ્યું હતું કે, મહામહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.