- સીરમે માગી કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી
- સીરમ બની પહેલી સ્વદેશી કંપની
- કોવિડ 19 ના સંક્રમિતોના કેસમાં આ દવા ખાસ પ્રભાવકારી
નવી દિલ્હીઃ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) ભારતમાં ઑક્સફોર્ડની કોવિડ 19 રસી 'કોવિશીલ્ડ'ના આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ આવેદન કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઇ છે. આધિકારીક સૂત્રોએ આ માહિતી આપી હતી.
સીરમે માગી કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી
સૂત્રો અનુસાર કંપનીએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યક્તાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતને ધ્યાને રાખી આ મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. આ પહેલા શનિવારે અમેરિકી દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય એકમે તેના દ્વારા વિકસિત કોવિડ 19 રસીના કટોકટીના ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય દવા નિયામક સમક્ષ આવેદન કર્યું હતું.
કોવિશીલ્ડ'ના ત્રીજા ચરણનું ક્લીનિકલ પરીક્ષણ પણ કર્યું
ફાઇઝરે તેની કોવિડ 19 રસીને બ્રિટેન અને બહરીનમાં આવી જ મંજૂરી મળ્યા બાદ આ અનુરોધ કર્યો હતો. તો, એસઆઇઆઇએ ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદની (આઇસીએમઆર) સાથે મળીને રવિવારે દેશના વિભિન્ન ભાગોમાં ઑક્સફોર્ડની કોવિડ 19 રસી 'કોવિશીલ્ડ'ના ત્રીજા ચરણનું ક્લીનિકલ પરીક્ષણ પણ કર્યું હતું.
આધિકારિક સૂત્રોએ એસઆઇઆઇના આવેદનનો હવાલો આપતા કહ્યું કે, કંપનીએ જણાવ્યું છે કે, ક્લીનિકલ પરીક્ષણના ચાર ડાટામાં આ સામે આવ્યું છે કે, કોવિશીલ્ડ લક્ષણવાળા દર્દીઓ અને ખાસ કરીને કોવિડ 19 ના ગંભીર દર્દીઓના કેસમાં આ મહત્વની પ્રભાવકારી છે. ચારમાંથી બે પરીક્ષણ ડાટા બ્રિટેન જ્યારે એક-એક ભારત અને બ્રાઝીલ સાથે સંબંધિત છે.