- સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કરી અરજી
- ભારતમાં સ્પુતનિક Vનું નિર્માણ કરવા અરજી કરી
- સ્પુતનિક V રશિયાએ બનાવેલી કોરોના વેક્સીન છે
નવી દિલ્હીઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ દેશમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)ને અરજી કરી છે કે તેઓ દેશમાં કોવિડ -19 રસી સ્પુટનિક-Vના નિર્માણ માટે પરવાનગી આપે. સૂત્રોએ આ માહિતી આપી હતી.
પૂણે સ્થિત કંપનીએ સ્પુતનિક Vના પરીક્ષણ, વિશ્લેષણ માટે મંજૂરી માંગી છે. હાલમાં, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુટનિક Vની રસી તૈયાર કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કેમ સીરમે ડીસીજીઆઈ સમક્ષ બુધવારે એક અરજી કરી છે જેમાં કોવિડ-19 વેક્સીન સ્પુતનિક Vનું ભારતમાં નિર્માણ કરવા અનુમતિ માગવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતમાં સિંગલ ડોઝ કોરોના રસી લોન્ચ કરી શકે છે મોડર્ના
બાળકો પર વેક્સીનનો ટ્રાયલ શરુ
એસઆઈઆઈએ પહેલેથી જ સરકારને કહ્યું છે કે તે જૂનમાં 10 કરોડ કોવિડશિલ્ડ ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે.તે નોવાવૈક્સ રસી પણ બનાવી રહી છે. યુએસ તરફથી નોવાવૈક્સ માટે જોકે નિયમનકારી મંજૂરી હજી આપવામાં આવી નથી, પણ ડીસીજીઆઈએ એપ્રિલમાં તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. સ્પુટનિક Vના 30 લાખ ડોઝની ખેપ મંગળવારે હૈદરાબાદ આવી પહોંચી હતી.
આ પણ વાંચોઃ સ્પુતનિક-વી રસીની બીજી ખેપ હૈદરાબાદ પહોંચી