ETV Bharat / bharat

રશિયા અને યુક્રેનમાં યુદ્ધ છતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1,329 પોઈન્ટનો ઉછાળો

BSE સેન્સેક્સ 1,328.61 પોઈન્ટ (Stock Market India) ઉછળીને 55,858.52 પર બંધ રહ્યો હતો. NSE નિફ્ટી (Nifty) 410.45 પોઈન્ટના વધારા સાથે 16,658.40 પર બંધ રહ્યો હતો.

રશિયા અને યુક્રેનમાં યુદ્ધ છતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1,329 પોઈન્ટનો ઉછાળો
રશિયા અને યુક્રેનમાં યુદ્ધ છતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 1,329 પોઈન્ટનો ઉછાળો
author img

By

Published : Feb 25, 2022, 8:21 PM IST

મુંબઈ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Ukraine Russia Crisis) ચાલુ છે. બીજી તરફ(WAR BETWEEN RUSSIA AND UKRAINE) સ્થાનિક શેરબજારમાં (Stock Market India) શુક્રવારે ઉછાળો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 1,328.61 પોઈન્ટ ઉછળીને 55,858.52 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી (Nifty) 410.45 પોઈન્ટના વધારા સાથે 16,658.40ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો: Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી

BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 2.5 ટકા વધ્યા

સ્થાનિક શેરબજારોમાં 7 દિવસના ઘટાડા બાદ શુક્રવારે તેજી પાછી ફરી હતી. બંને બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 2.5 ટકા વધ્યા હતા. યુક્રેન પરના હુમલા અંગે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો સાથે વૈશ્વિક બજારોમાં વૃદ્ધિની સ્થાનિક બજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ગુરુવારે શેરબજારમાં એક જ દિવસમાં બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

BSE સેન્સેક્સ 2.44 ટકા વધીને 55,858.52 પોઈન્ટ પર બંધ થયો

BSE સેન્સેક્સ 1,328.61 અથવા 2.44 ટકા વધીને 55,858.52 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 410.45 પોઈન્ટ અથવા 2.53 ટકા વધીને 16,658.40 પર બંધ થયો હતો. એચયુએલ અને નેસ્લેને બાદ કરતાં સેન્સેક્સના તમામ શેરો વધ્યા હતા. ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને ટેક મહિન્દ્રા 6.54 ટકા સુધી વધ્યા હતા.

આ પણ વાંચો: Stock Market India: છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 1012 પોઈન્ટ ઉછળ્યો

ગુરુવારે સેન્સેક્સ 2,700 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો હતો

ગુરુવારે સેન્સેક્સ 2,700 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો હતો. આ બે વર્ષમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટીમાં પણ 815 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, યુક્રેન સંકટ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 6,448.24 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. રશિયા પર પ્રતિબંધોની જાહેરાત બાદ અમેરિકી શેરબજારમાં તેજી સાથે એશિયાના અન્ય મુખ્ય બજારોમાં પણ મજબૂતી જોવા મળી હતી. અમેરિકા, યુરોપિયન યુનિયન અને જાપાને યુક્રેનને મદદ કરવાનું વચન આપ્યું છે. તે રશિયા પર વધુ આર્થિક અને નાણાકીય પ્રતિબંધો લાદવા માટે પણ સંમત થયા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.67 ટકા વધીને બેરલ દીઠ $100.80 થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.