- વડાપ્રધાન નિવાસસ્થાને યોજાઈ બેઠક
- કેન્દ્રીય પ્રધાનમંડળના તમામ પ્રધાનો ઉપસ્થિત
- પ્રધાનમંડળના વિસ્તરણ અંગે કરાઈ હોઈ શકે છે ચર્ચા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર આજે રવિવારે તમામ કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રક્ષા પ્રઘાન રાજનાથ સિંહ સિવાય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પીયૂષ ગોયલ પર ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મૂ કાશ્મીરના મુદ્દાને લઈને થઈ હોઈ શકે છે ચર્ચા
બેઠક સંબંધિત વિસ્તૃત જાણકારી મળી શકી નહોતી પરંતુ રાજકીય તજજ્ઞોનું માનવું છે કે, આ બેઠક પ્રધાનમંડળના સંભવિત વિસ્તરણ તેમજ ફેરબદલને લઈને બોલાવવામાં આવી હોઈ શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, બેઠકમાં જમ્મૂ કાશ્મીરમાં આગામી 24 જૂનના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી મીટિંગના એજન્ડા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 24 જૂનના રોજ વડાપ્રધાન મોદી જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા સહિતની રાજનૈતિક પ્રક્રિયાઓને મજબૂત કરવા માટે તમામ રાજકીય દળો સાથે યોજશે.