ETV Bharat / bharat

રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવતા પત્રકાર રોહિત રંજનની ધરપકડ

એક ખાનગી ચેનલના વરિષ્ઠ પત્રકાર રોહિત રંજને (Senior journalist Rohit Ranjan Arrested) થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીના નિવેદન અંગે ખોટા સમાચાર ચલાવ્યા હતા. આ કેસમાં હવે છત્તીસગઢ પોલીસ તેની ધરપકડ કરવા ગાઝિયાબાદ પહોંચી છે. હવે તેનો ગાઝિયાબાદ પોલીસ સાથે વિવાદ છે. આ દરમિયાન નોઈડા પોલીસે તેની ધરપકડ કરી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવાના આરોપમાં પત્રકાર રોહિત રંજનની કરી ધરપકડ

author img

By

Published : Jul 5, 2022, 2:13 PM IST

નવી દિલ્હી/નોઈડાઃ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાનો (Murder of Kanhaiya Lal in Udaipur) મામલો જોર પકડી રહ્યો છે. આજે આ મામલામાં છત્તીસગઢ પોલીસ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ સ્થિત એક ટીવી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર રોહિત રંજનની (Senior journalist Rohit Ranjan Arrested) ધરપકડ કરવા પહોંચી હતી. જ્યારે ગાઝિયાબાદ પોલીસને ટ્વિટર પરથી આ વાતની જાણ થઈ તો તે પણ ત્યાં પહોંચી ગઈ છે. આ અંગે બંને પોલીસ વચ્ચે ઝઘડો થયો, ત્યારે નોઈડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેની ધરપકડ કરી હતી. રોહિત રંજનને કસ્ટડીમાં લઈને નોઈડા પોલીસ નોઈડા પહોંચી ન હતી. આ મામલો ગાઝિયાબાદ અને છત્તીસગઢ પોલીસ વચ્ચે અટવાયેલો છે.

આ પણ વાંચો: Umesh Kolhe Murder Case : નુપુર શર્માને સમર્થન કરનારાઓને આવી રહ્યા છે ધમકીભર્યા કોલ

પત્રકાર રોહિત રંજને ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ પાસે મદદ માંગી : પત્રકાર રોહિત રંજને ટ્વિટ કરીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, SSP ગાઝિયાબાદ અને ADG ઝોન લખનઉ પાસે મદદ માંગી છે. રોહિતે ટ્વીટ કર્યું કે, સ્થાનિક પોલીસની જાણ વગર છત્તીસગઢ પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી છે. તે જ સમયે, છત્તીસગઢ પોલીસનું કહેવું છે કે, તેમની પાસે તેની ધરપકડ માટે વોરંટ છે. તે જ સમયે, ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે, તેમની જાણ વગર છત્તીસગઢ પોલીસ તેમની ધરપકડ કરવા કેવી રીતે પહોંચી.

આ પણ વાંચો: નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખવા બદલ અમરાવતીમાં દુકાન માલિકની હત્યા!

ઉદયપુર ઘટના : રોહિત રંજન એક ખાનગી ચેનલમાં એન્કર તરીકે કામ કરે છે. તેણે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીના ઉદયપુરની ઘટના સાથેના નિવેદનને ખોટી રીતે જોડ્યું હતું. આ પછી કોંગ્રેસે પોતાનો વિરોધ તેજ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધ કરવા ચેનલની ઓફિસની બહાર પહોંચી ગયા હતા. જો કે બાદમાં ચેનલે આ ભૂલ માટે માફી માંગી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.