દેહરાદૂનઃ ભારત-નેપાળની સરહદે નો મેન્સ લેન્ડમાં નેપાલીઓની ખેતી કરવાનો વિવાદ તો ચાલી જ રહ્યો છે તેવામાં અન્ય એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરહદીય વિસ્તારોમાં અનેક નાગરિકો બે દેશની નાગરિકતા ધરાવે છે. આ મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એસએસબી આ મામલે સ્થાનિક તંત્રની મદદથી સર્વે કરી રહી છે.
સરહદીય વિસ્તારોના નાગરિકો શંકાસ્પદઃ ઉત્તરાખંડના સરહદીય વિસ્તારોમાં વસતા અનેક નાગરિકો પાસે બે દેશની નાગરિકતા છે. કેટલાક નાગરિકો પાસેથી એસએસબીને નેપાળ તેમજ ભારતની નાગરિકતાના ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત થયા છે.
બે જિલ્લામાં વધુ કિસ્સાઃ બે દેશની નાગરિકતાના કિસ્સા પિથૌરાગઢ અને ચંપાવત જિલ્લામાં વધુ સામે આવ્યા છે. એસએસબીને આ ખબર મળતા જ એજન્સી સતર્ક થઈ ગઈ છે. એસએસબીએ સ્થાનિક તંત્રને સાથે રાખીને નાગરિકોની પુછપરછ શરુ કરી દીધી છે.
54 એસએસબી સ્ટેશન્સઃ ઉત્તરાખંડમાં એસએસબીના 54 સ્ટેશન્સ કાર્યરત છે. આ દરેક સ્ટેશનના જવાનોને સ્થાનિકોની નાગરિકતાના આદેશ અપાયા છે. એસએસબીએ જિલ્લા પ્રશાસન સાથે પણ ચર્ચા વિચારણા કરી છે. હવે સ્થાનિક તંત્ર પણ એસએસબીની આ તપાસમાં જોતરાયું છે.
પીટીઆઈને અપાઈ જાણકારીઃ આ અગાઉ એસએસબી વન્યજીવો, દવાઓ અને માદક દ્રવ્યોની હેરફેરની તપાસ કરી રહી હતી. આ સર્ચ ઓપરેશન માટે એસએસબીએ ખાસ ટીમો બનાવી છે. આ ટીમોના સર્ચ ઓપરેશનમાં બે દેશની નાગરિકતાનો મામલો સામે આવ્યો હતો. ત્યારથી એસએસબીએ આ મામલે સઘન તપાસ શરુ કરી છે. પીટીઆઈ સાથેની વાતચીતમાં એસએસબીએ આ જાણકારી આપી છે.