ETV Bharat / bharat

આજે બીજુ નોરતું, માં બ્રહ્મચારિણીને ખુશ કરવા જાણો પૂજા વિધિ - Worship of Maa Brahmacharini

આજે નવરાત્રીનો બીજો દિવસ (Second Day of Navratri) છે આજનો દિવસ માં બ્રહ્મચારિણીનો (Maa Brahmacharini) છે. એકદમ શાંત, સૌમ્ય અને મોહક રૂપમાં માં બ્રહ્મચારિણી તેમના ભક્તોના મનમાં શાંતિ, સૌમ્યતા અને ત્યાગ જગાવે છે. માંના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય,સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. જે તેમના જીવનને આગળ લઇ જવામાં મદદરૂપ થાય છે.

આજે બીજુ નોરતું, માં બ્રહ્મચારિણીને ખુશ કરવા જાણો પૂજા વિધિ

author img

By

Published : Sep 27, 2022, 6:01 AM IST

ન્યુઝ ડેસ્ક: નવરાત્રીમાં બીજા દિવસેમાં (Navratri Second Day) બ્રહ્મચારિણી (Brahmacharini) સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દુર્ગા પૂજાના (Durga puja) અવસરે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામા આવે છે. ભગવાન શંકરને (lord shankar) પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કર્યું હતું. આ કઠીન તપને કારણે આ દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.

બ્રહ્મચારિણી નામ કેમ: નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા (Brahmacharini Puja) કરવામાં આવે છે. માતા રાણીના સ્વભાવની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર માતા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રોમાં સજ્જ છે અને જમણા હાથમાં અષ્ટદળની માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, મા બ્રહ્મચારિણીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે માતા તપશ્ચરિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.

કોના પુત્રી હતા: પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, માતા બ્રહ્મચારિણીની ઉપાસના (Worship of Maa Brahmacharini) કરવાથી તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર તેઓ હિમાલયના પુત્રી હતા અને નાદરનો ઉપદેશ બાદ ભગવાનને પતિ સ્વરૂપે પામવા માટે તેમણે કઠોર તપ કર્યું. જેના કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું. કહેવાય છે કે, સાચા મનથી માં પાસે જે માંગવામાં આવે છે તે પૂર્ણ થાય છે. આજે જાતકે મનથી માંની પૂજા કરવી જોઇએ, જેથી આવનારા દરેક સંકટને માં દૂર કરી નાંખશે.

પૂજા વિધિ :

  • ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યા પછી દેવી દુર્ગાનો ગંગા જળથી અભિષેક કરો.
  • હવે મા દુર્ગાને અર્ઘ્ય ચઢાવો.
  • માતાને અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ અર્પણ કરો, પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ અર્પણ કરો.
  • ધૂપ અને દીપ પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી માતાની આરતી કરો.
  • માતાને પણ ભોજન અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.