ETV Bharat / bharat

SC Order in Finolex Cables Case: સુપ્રીમ કોર્ટે પોતાના આદેશની અવહેલના બદલ NCLATની કડક શબ્દોમાં ટીકા કરી - અશોક ભૂષણ

ફિનોલેક્સ કેબલ્સના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે રાષ્ટ્રીય કાયદા અપીલીય ન્યાયાધિકરણ(National Law Appellate Tribunal-NCLAT) બેન્ચે ફિનોલેક્સ કેબલ્સ મામલે પોતાના ચૂકાદામાં 13 ઓક્ટોબરના આદેશની અવહેલના કરી છે.

SC Order in Finolex Cables Case
SC Order in Finolex Cables Case
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 8:07 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે ન્યાયાયિક સભ્ય રાકેશકુમાર અને ટેકનિકલ સભ્ય આલોક શ્રીવાસ્તવની રાષ્ટ્રીય કાયદા અપીલીય ન્યાયાધિકરણ(National Law Appellate Tribunal-NCLAT) બેન્ચે ફિનોલેક્સ કેબલ્સ મામલે પોતાના ચૂકાદામાં 13 ઓક્ટોબરના આદેશની અવહેલના કરી હોવાનું નોંધ્યું છે.

કુમારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પોતાના વચગાળાના આદેશની અવહેલના કરવાના ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ અવમાનના નોટિસ જાહેર કરી તેથી તેમણે રાજીનામુ આપ્યું છે. સીનિયર એડવોકેટ પી. એસ. પટવાલિયાએ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે કુમારે સોમવારે સવારે રાજીનામુ આપી દીધું છે.

આ બેન્ચમાં ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે NCLATની કાર્યવાહીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને નિષ્કર્ષ કર્યો કે બેન્ચમાં ન્યાયાયિક સભ્ય કુમારે સોગંધનામામાં રજૂ કરેલ કેટલીક દલીલો સાચી નહતી. બેન્ચે જણાવ્યું કે વીડિયોમાં સ્પષ્ટ થાય છે કે બંને વકીલો પાસે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની નકલ હતી. જ્યારે ન્યાયાયિક સભ્યએ કોઈ નકલ મળી ન હોવાનું જણાવ્યું હતું.

સીજેઆઈએ જણાવ્યું કે અમે ઓફિસિયલી સંવાદ કેવી રીતે કરીએ? શું સીજેઆઈએ NCLATના અધ્યક્ષને બોલાવીને કહેવું જોઈએ કે મારા સહકર્મીએ આ આદેશ કર્યો છે? બેન્ચે જણાવ્યું કે અદાલતના અધિકારી, વકીલ તેમને જણાવી દે કે આદેશ અ જ છે. સીજેઆઈએ કહ્યું કે આ બિલકુલ સ્પષ્ટ છે કે શું થયું છે અને તેઓ કહી રહ્યા છે કે તેમણે આ બાબત ઓફિસિયલી જણાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટેના આદેશથી NCLATને પ્રણાલિ અનુસાર જાણકારી આપવામાં આવી હતી. NCLATને જણાવાયું હતું કે પરિણામ બાદ એજીએમ થશે, જો કે NCLATએ સુપ્રીમ કોર્ટના આદેશ પર ધ્યાન આપવાનો ઈન્કાર કર્યો હતો. બેન્ચે મૌખિક રીતે જણાવ્યું કે, NCLAT સુપ્રીમ કોર્ટના આદેશને જાણી લે અને પોતાનો ચુકાદો ટાળી દે તો કંઈ આભ ન તુટી પડત.

બેન્ચે જણાવ્યું કે શ્રીવાસ્તવે કેવલકુમારના આદેશનું પાલન કર્યુ અને બિનશરતી માફી માંગી છે. સુપ્રીમ કોર્ટે કુમાર અને શ્રીવાસ્તવ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી. સુપ્રીમ કોર્ટે કોર્પોરેટ વિવાદના એક પક્ષકાર દીપક છાબરિયા પર એક કરોડનો દંડ લગાવ્યો અને સમગ્ર મામલામાં તેની ભૂમિકાની તપાસ કરનાર એક તપાસાર્થી પર 10 લાખનો દંડ કર્યો છે.

કોર્ટે દંડનીય રકમ ચૂકવણી માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ રકમ પ્રધાનમંત્રી રાહત કોષમાં જમા કરાવવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલો ચેરપર્સન ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી એક અન્ય NCLAT બેન્ચ દ્વારા નવેસરથી થાળે પાડવામાં આવે. NCLATનો આદેશ ફિનોલેક્સ કેબલ્સની એન્યૂઅલ જનરલ મીટિંગ(AGM) અને કંપનીના મેનેજમેન્ટ કન્ટ્રોલ પર પ્રકાશ છાબરિયા અને દીપક છાબરિયાના કાયદાકીય જંગ સંબંધિત હતો.

  1. Supreme Court News : સુપ્રીમ કોર્ટે કલર બ્લાઈન્ડ વ્યક્તિને એન્જિનિયર તરીકે નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો
  2. Supreme Court News : સુપ્રીમ કોર્ટે મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાસુ અને સસરાને દોષી ઠેરવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.