નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયાના ભ્રુણના ગર્ભપાત માટેની મંજૂરી માંગતી અરજીની ચોથા દિવસે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીની એઈમ્સના મેડિકલ બોર્ડને ભ્રુણમાં કોઈપણ અસામાન્યતાની તપાસ કરવા તેમજ મહિલાની તબિયત તપાસવા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મહિલાએ ડિપ્રેશન અને ગંભીર પોસ્ટપાર્ટમ મનોવિકૃતિથી પીડાતી હોવાનો દાવો કર્યો હતો.
ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી : મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની બેન્ચ સુપ્રીમ કોર્ટના 9 ઓક્ટોબરના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી કેન્દ્ર સરકારની અરજી પર દલીલો સાંભળી રહી હતી. સુપ્રીમ કોર્ટના આદેશમાં 27 વર્ષીય બે બાળકોની માતાને AIIMSમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે ખંડપીઠે કહ્યું કે, જોકે AIIMS દ્વારા સબમિટ કરાયેલા અગાઉના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગર્ભ સામાન્ય છે. તેમ છતાં આ બાબતમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. તેથી અમે અનુરોધ કરીએ છીએ કે ઉપરોક્ત પાસા પર બીજો રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ બેચમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.
અરજદારના વકીલની દલીલ : ખંડપીઠે અરજદારના વકીલ અમિત મિશ્રાની દલીલો ધ્યાનમાં લીધી કે અરજદાર 10 ઓક્ટોબર 2022 થી પોસ્ટપાર્ટમ મનોવિકૃતિના લક્ષણો માટે સારવાર લઈ રહી હતી. તેણે મેડિકલ બોર્ડને સર્વોચ્ચ અદાલતને જણાવવા કહ્યું કે શું આ એવા કોઈ પુરાવા છે કે જે સૂચવે છે કે અરજદારની ગર્ભાવસ્થા હાલની પરિસ્થિતિઓ અંગે સૂચવવામાં આવેલી દવાઓના કારણે જોખમમાં મૂકાશે કે જેનાથી મહિલા પીડિત હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ : તેમાં કહેવામાં આવ્યું છે કે AIIMS ના ડોક્ટરો અરજદારની માનસિક અને શારીરિક સ્થિતિનું પોતાનું વિશેષ મૂલ્યાંકન કરવા માટે સ્વતંત્ર હશે. ખંડપીઠે કહ્યું કે, આમ કરવાથી અમે ડોકટરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ અંગે કોર્ટને જાણ કરે. જો અરજદાર પોસ્ટપાર્ટમ મનોવિકૃતિથી પીડિત છે તો શું ગર્ભાવસ્થાને અનુલક્ષીને દવાઓની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે. જેનાથી ગર્ભ કે માતાને કોઈ પ્રકારનું જોખમ ન હોય. સુપ્રીમ કોર્ટે બે દિવસ પછી થનારી સુનાવણીમાં મેડિકલ બોર્ડનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ અરજીની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.