નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુ઼ડે સોમવારે 'વોટના બદલે નોટ' મુદ્દે સાત ન્યાયાધીશની બેન્ચના ગઠનને મંજૂરી આપી છે. આ બેન્ચ પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહારાવના મામલે 1998માં 5 ન્યાયાધીશની સંયુક્ત બેન્ચે આપેલા ચુકાદાની સમીક્ષા કરશે. આ પાંચ ન્યાયાધીશોની બેન્ચે સાંસદોને મતદાન બદલ લાંચ લેવા પર કોઈ કેસ ચલાવવામાં ન આવે તેવો ચુકાદો અપાયો હતો. સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં ન્યાયાધીશ એ.એસ. બોપન્ના, એમ.એમ. સુંદરેશ, પી.એસ. નરસિંહા, જે.બી. પારડીવાલા, સંજય કુમાર અને મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
રાજકારણ સાથે સંકળાયેલ મહત્વનો મુદ્દોઃ સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે જે અનુસાર આ કેસ પર 4 ઓક્ટોબર 2023ના રોજ સુનાવણી હાથ ધરાશે. સીજેઆઈની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની સંયુક્ત બેન્ચે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન નરસિંહારાવના મામલે અપાયેલ ચુકાદા પર સાત ન્યાયાધીશોની સંયુક્ત બેન્ચ સમીક્ષા કરશે. બેન્ચે કહ્યું કે આ આપણા દેશના રાજકારણ સાથે જોડાયેલ મહત્વનો મુદ્દો છે.
ફરજ પાલનમાં સ્વતંત્રતા આવશ્યકઃ બંધારણના અનુચ્છેદ 105(2) અને 194(2)ની વ્યાખ્યા અનુસાર ચુકાદાની શુદ્ધતાના પ્રશ્નોને ઉકેલવા માટે સાંસદો અને ધારાસભ્યોને વિશેષ અધિકારી આપવામાં આવે છે. બંધારણના આ બંને અનુચ્છેદનો ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના ભયના ઓથાર વિના સ્વતંત્રપૂર્ણ વાતાવરણમાં પોતાની ફરજોનું પાલન થાય તે આવશ્યક છે.
અપરાધિક કેસમાંથી મુક્તિઃ સદનમાં સાંસદ અને ધારાસભ્યોના ભાષણ અને વોટ આપવાનો અધિકાર છે. આ અધિકાર દેશના સામાન્ય નાગરિકોથી તેમને અલગ કરી શકે નહીં જેમાં સામાન્ય નાગરિક પર જે રીતે અદાલતમાં અપરાધિક કેસ ચલાવવામાં આવે છે. તે જ રીતે સાંસદ અને ધારાસભ્ય પર પણ અપરાધિક કેસ ચલાવવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટનું અવલોકન છે કે બંધારણના અનુચ્છેદ 105 અનુસાર સાંસદોને સદનમાં ભાષણ અને વોટ આપવાના સંદર્ભે અપરાધિક મામલે કેસ ચલાવવામાંથી મુક્તિ મળી છે. આવી જ છુટ બંધારણના 194(2) અંતર્ગત રાજ્યના વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ને આપવામાં આવી છે.
ધારાસભ્ય સીતા સોરેનનો કેસઃ આ સમગ્ર મામલો રાજ્યસભામાં બે બેઠકો પર થનાર ચૂંટણી સંદર્ભે સામે આવ્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેન વિરૂદ્ધ લાંચ રુશ્વતનો આરોપ લાગ્યો હતો. સોરેન પર અપક્ષ ઉમેદવારના પક્ષમાં વોટિંગ કરવા બદલ લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. સોરેને ખુલાસો કર્યો હતો કે લાંચની ઓફર કરનાર પક્ષની તરફેણમાં વોટિંગ કરવાને બદલે તેમણે પોતાના પક્ષના ઉમેદવારને જ મત આપ્યો હતો.
2014માં સોરેન સુપ્રીમકોર્ટમાં પહોંચ્યાઃ સોરેને પોતાના પર લાગેલા આરોપ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે સમગ્ર મામલો ત્રણ ન્યાયાધીશોની બનેલી બેન્ચને સુપરત કર્યો હતો. આ બેન્ચે 7 માર્ચ 2019ના રોજ ભારતના તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચમાં આ કેસ પર સુનાવણી થઈ હતી.
ભારત સરકારની દલીલઃ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે નરસિંહા રાવના મામલે આવેલ ચુકાદો કોઈ તથ્ય પર લાગુ થતો નથી, કારણ કે આ છુટ માત્ર સદનની કાર્યવાહીના સંદર્ભમાં આપવામાં આવે છે. સોરેનનો મામલો સદનની કાર્યવાહીના સંબંધમાં નથી એટલે તેના પર કેસ ચલાવી શકાય છે, તેમજ ચુકાદાની સત્યાર્થતા ચકાસવાની કોઈ આવશ્યકતા નથી.