ETV Bharat / bharat

સુપ્રિમ કોર્ટે કેરળના પત્રકારને સારવાર માટે રાજ્ય બહાર મોકલવા સૂચન આપ્યું

author img

By

Published : Apr 28, 2021, 3:22 PM IST

કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય બહાર મોકલવા માટે સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સૂચન આપ્યું હતું. કપ્પનની હાથરસ ઘટનાનું રિપોર્ટિંગ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે કેરળના પત્રકારને સારવાર માટે રાજ્ય બહાર મોકલવા સૂચન આપ્યું
સુપ્રિમ કોર્ટે કેરળના પત્રકારને સારવાર માટે રાજ્ય બહાર મોકલવા સૂચન આપ્યું
  • ગત વર્ષે ઉ. પ્રદેશના હાથરસ ખાતે બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના
  • કેરળનો પત્રકાર રિપોર્ટિંગ કરવા માટે જઈ રહ્યો હતો ઘટના સ્થળે
  • ઉત્તર પ્રદેશ પોલીસે રસ્તામાંથી જ કરી હતી ધરપકડ

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને બુધવારે સૂચન આપ્યું હતું કે, ગત વર્ષે ધરપકડ કરવામાં આવેલા કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને વધુ સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય બહાર મોકલવામાં આવે. ગત વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર કથિત બળાત્કાર બાદ મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી. જેનું રિપોર્ટિંગ કરવા માટે જઈ રહેલા સિદ્દીકની રસ્તામાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PFIના 4 શંકાસ્પદ લોકોની ધરપકડ, છૂપાવેશે જઇ રહ્યા હતા હાથરસ

વધુ સુનવણી મુલતવી રખાઈ

ચીફ જસ્ટીસ એન. વી. રમણ, જસ્ટીસ સૂર્ય કાંત અને જસ્ટીસ એ. એસ. બોપન્નાની બેન્ચ દ્વારા સૉલિસીટર જનરલ તુષાર મહેતાને સિદ્દીક કપ્પનને રાજ્ય બહાર સારવાર માટે મોકલવાની સલાહ પર રાજ્ય સરકાર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરવા કહ્યું હતું. બેન્ચે વધુમાં કહ્યું હતું કે, કેરળના પત્રકાર યુનિયન(KUWJ) તેમજ કપ્પનના પત્ની તરફથી દાખલ કરાયેલી પિટિશન અંગે બપોરે 1 કલાકે સુનવણી હાથ ધરાશે.

આરોપી પત્રકાર હોવાથી ખાસ વ્યવસ્થા ન આપવી જોઇએ

ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર રહેલા મહેતાએ આ સૂચનનો સખ્ત વિરોધ કરતાં કહ્યું હતું કે, રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ઘણા આરોપીઓની સારવાર કરવામાં આવી રહી છે અને કપ્પનન પત્રકારિતા સાથે સંકળાયેલા કેસને લઈને સજા ભોગવી રહ્યો હોવાથી તેને વિશેષ સવલતો મળવી જોઈએ નહીં. જેના જવાબમાં 3 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે માત્ર સ્વાસ્થ્યના મુદ્દા પૂરતા સીમિત છે. આ રાજ્યના હિતમાં પણ છે કે, આરોપીને વધુ સારી સારવાર મળે.

આ પણ વાંચો: ભારતમાં મહિલાઓ પરની હિંસા અંગે UN અધિકારીના નિવેદનની ભારતે નિંદા કરી

શું હતી ઘટના ?

ગત વર્ષે હાથરસમાં બનેલી દલિત યુવતી પર દુષ્કર્મની ઘટના બાદ તેણીનું મોત નિપજ્યું હતું. સિદ્દીક કપ્પન આ ઘટનાનું કવરેજ કરવા માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા. ત્યારે તેમની રસ્તામાં જ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ગત વર્ષે 16 નવેમ્બરના રોજ ધરપકડને પડકારતી પિટિશનમાં ઉત્તર પ્રદેશ સરકારને જબાબ આપવા માટે કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.