ETV Bharat / bharat

SC hearing on Article 370 : સુપ્રીમ કોર્ટ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે - Article 370

સુપ્રીમ કોર્ટ કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે એક પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ રાજુ રામચંદ્રનની દલીલોની નોંધ લીધી હતી કે આ અરજીઓની તાત્કાલિક સુનાવણી જરૂરી છે.

SC hearing on Article 370 : સુપ્રીમ કોર્ટ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે

author img

By

Published : Feb 17, 2023, 8:55 PM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓની સૂચિ પર ટૂંક સમયમાં નિર્ણય લેશે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે એક પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ રાજુ રામચંદ્રનની દલીલોની નોંધ લીધી હતી કે આ અરજીઓની તાત્કાલિક સુનાવણી જરૂરી છે.

કલમ 370 પર SC સુનાવણી : મુખ્ય ન્યાયાધીશે કહ્યું, 'ઠીક છે. હું આ અંગે નિર્ણય લઈશ. ગયા વર્ષે 14 ડિસેમ્બરે, શિક્ષણવિદ અને લેખક રાધા કુમારે પેન્ડિંગ કેસોમાં હસ્તક્ષેપ કરતી બેંચ સમક્ષ અરજીઓની વહેલી સૂચિબદ્ધ કરવા વિનંતી કરી હતી. અગાઉ ગયા વર્ષે 25 એપ્રિલ અને 23 સપ્ટેમ્બરે તત્કાલિન ચીફ જસ્ટિસ એન. વી. રમના (હવે નિવૃત્ત) ની આગેવાની હેઠળની બેન્ચ કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી.

આ પણ વાંચો : BBC documentary: BBC ડોક્યુમેન્ટરીને પ્રતિબંધ કરવાના વિવાદ મામલે વધુ એક PIL દાખલ

પાંચ જજની બેન્ચનું પુનઃગઠન કરવું પડશે : સર્વોચ્ચ અદાલતે આ અરજીઓની સુનાવણી માટે પાંચ જજની બેન્ચનું પુનઃગઠન કરવું પડશે કારણ કે, પૂર્વ ચીફ જસ્ટિસ રમના અને જસ્ટિસ આર.કે. સુભાષ રેડ્ડી નિવૃત્ત થયા છે. બે પૂર્વ ન્યાયાધીશો ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત એ બેન્ચનો ભાગ હતા જેણે 2 માર્ચ, 2020ના રોજ 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓને સાત જજની મોટી બેંચને મોકલી હતી.

કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો : કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણય અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની જોગવાઈઓને પડકારતી અનેક અરજીઓ તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા 2019 માં જસ્ટિસ રમનાની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચને મોકલવામાં આવી હતી. કેન્દ્રના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો.

આ પણ વાંચો : Smriti Irani On George Soros: સ્મૃતિ ઈરાનીએ પીએમ મોદી પર ટિપ્પણી માટે જ્યોર્જ સોરોસને આપ્યો વળતો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.