ETV Bharat / bharat

Delhi Excise Scam: ED આવનારા 10 દિવસ સુધી BRS નેતા કે. કવિતાને હાજર થવા પર દબાણ નહીં કરે - ઈડી તરફથી રાહત

સુપ્રીમ કોર્ટમાં દિલ્હી એક્સાઈઝ સ્કેમની સુનાવણી ચાલી રહી છે. જેમાં ઈડીએ જણાવ્યું કે આવનારા 10 દિવસ સુધી બીઆરએસ નેતા કે. કવિતાને હાજર થવા પર દબાણ નહીં કરવામાં આવે. વાંચો ઈડીએ સુપ્રીમ કોર્ટમાં આવું નિવેદન કેમ આપ્યું?

ઈડીએ કે. કવિતાને આપી 10 દિવસની રાહત
ઈડીએ કે. કવિતાને આપી 10 દિવસની રાહત
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 6:33 PM IST

નવી દિલ્હીઃ ઈડીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી એકસાઈઝ સ્કેમ કેસની સુનાવણી દરમિયાન બીઆરએસ નેતા કે. કવિતા મુદ્દે નિવેદન આપ્યું છે. ઈડી એ કહ્યું કે આવનારા 10 દિવસ સુધી બીઆરએસ નેતા કે. કવિતાને હાજર થવા પર દબાણ નહીં કરવામાં આવે.

ઈડી તરફથી બાંહેધરી અપાઈઃ સુપ્રીમ કોર્ટના ન્યાાયાધિશ સંજય કિશન કૌલ અને ન્યાયાધિશ સુધાંશુ ધૂલિયાની સંયુક્ત બેન્ચ સમક્ષ ઈડી તરફથી સોલિસિટર જનરલ એસ.વી. રાજૂએ દલીલ કરી કે, કવિતા અગાઉ ઈડી સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. જો તેમને કોઈ સમસ્યા હોય તો તેમને હાજર રહેવાની તારીખ આગળ લંબાવવામાં આવશે.

સુનાવણી 26મી સુધી ટળી ગઈઃ સંયુક્ત બેન્ચ સમક્ષ કવિતાના વકીલે જણાવ્યું છે કે, કવિતાને આજે બોલાવવામાં આવ્યા હતા,પણ સમન્સને થોડા દિવસ પાછું ઠેલવવામાં આવે તો સારુ. આ દલીલના જવાબમાં ઈડી તરફથી એસવી રાજુએ જણાવ્યું કે ઈડી 10 દિવસનો સમય આપી શકે તેમ છે. તેથી સંયુક્ત બેન્ચે સુનાવણી 26મી સપ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યુ છે. સંયુક્ત બેન્ચે આ બાબતના રેકોર્ડ સંદર્ભે ઈડીને પુછ્યું કે અદાલત આ બાબતનો રેકોર્ડ કરે કે એજન્સી કરે, ઈડી તરફથી એસવી રાજુએ જણાવ્યું કે એજન્સી આ બાબતનો રેકોર્ડ રાખશે.

કે.કવિતાને 10 દિવસની રાહતઃ સુપ્રીમ કોર્ટમાં ઈડી દ્વારા કવિતાને અપાયેલા સમન્સ પર સુનાવણી ચાલી રહી હતી. જેમાં ધરપકડ અને આરોપો સંદર્ભે કવિતા તરફથી તેના વકીલે દલીલો રજૂ કરી હતી. જેમાં કવિતા પર લગાડવામાં આવેલા તમામ આરોપો ખોટા હોવાની દલીલ કરવામાં આવી હતી. ઈડી તરફથી કવિતાને 10 દિવસ સુધી હાજર રહેવા માટે કોઈ દબાણ નહી કરવામાં આવે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

  1. Santan Dharma Issue Updates: ઉદયનિધિ સ્ટાલિન પર FIR કરવા મુદ્દે વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
  2. SC On Firecrackers Ban: ફટાકડા ફોડનારા લોકો સામે કેસ કરવો એ ઉકેલ નથી, મૂળ સ્ત્રોત શોધો- સુપ્રીમ કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.