ન્યૂઝ ડેસ્ક: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI bank recruitment 2022) એ નિવૃત્ત બેંક અધિકારીની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આને લગતી એક નોટિસ SBIની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા રસ ધરાવતા લોકો sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. SBI (sbi bank jobs) એ આ માટે 10 ઓક્ટોબરથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે, જેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે. સત્તાવાર સૂચના મુજબ કુલ 47 જગ્યાઓ ખાલી છે.
અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા: ઓફિસર કેડરની જગ્યાઓ માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જવું. હોમ પેજના નીચે, કારકિર્દી ટેબ પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે. ત્યાર બાદ નીચે આપેલી લિંક Engagement of retired bank officer on contract basis પર ક્લિક કરવાનું રહેશે. પોસ્ટની વિગતો માટે સૂચના ખૂબજ ધ્યાનપૂર્વક વાંચો. તે પછી Apply here વિકલ્પ પર ક્લિક કરો. આ બધુ થઈ ગયા પછી, બીજી નવી વિન્ડો ખુલશે. આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થઈ ગયા બાદ ઉમેદવારે નોંધણી કર્યા પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે.
47 જગ્યાઓ પર ભરતી: નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. તો ચાલો આવો જાણીએ કયા વર્ગ માટે કેટલી ખાલી જ્ગ્યાની ભરતી થવા જઈ રહી છે. વીગતવાર માહીતી મેળવીશું. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 21 બેઠકો ખાલી છે. ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 12 બેઠકો ખાલી છે. SC વર્ગના ઉમેદવારો માટે 7 બેઠકો ખાલી છે. એસટી કેટેગરીના ઉમેદવારો માટે 3 બેઠકો ખાલી છે. EWS માટે 4 બેઠકો ખાલી છે. આ સાથે SBI દ્વારા કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે.
જાણો ઈન્ટરવ્યૂની પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી ટૂંકી યાદી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. માત્ર લઘુત્તમ લાયકાત અને અનુભવને પરિપૂર્ણ કરવાથી ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે નહીં. બેંક દ્વારા રચવામાં આવેલી શોર્ટ લિસ્ટિંગ કમિટી શોર્ટ લિસ્ટિંગ પેરામીટર્સ નક્કી કરશે અને તે પછી પૂરતી સંખ્યામાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, જેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવાનો નિર્ણય બેંક દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંતિમ રહેશે. આ સંદર્ભે અન્ય કંઈપણ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનું રહેશે. ઇન્ટરવ્યુ માટે લાયકાત ધરાવતા નંબરો બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. જેની ઉમેદવારોએ ખસ નોંધ લેવી.