- ગ્રહમંડળના પ્રભાવક ગ્રહ શનિ થયા માર્ગી
- પોતાની સ્વગ્રૃહી રાશિ મકરમાં થયાં માર્ગી
- સાડાસાતી અને નાની પનોતીના જાતકોને શું થશે અસર, જાણો
ન્યૂઝ ડેસ્ક: વર્તમાન સમયમાં કુલ પાંચ રાશિઓની સાડાસાતી અને નાની પનોતી ચાલી રહી છે અને શનિના (Saturn) માર્ગી થવાથી કેટલીક રાશિઓને મિશ્ર પરિણામ મળશે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) પ્રમાણે મિથુન અને તુલા રાશિના લોકો નાની પનોતીમાં છે. સાથે ધન, મકર અને કુંભ રાશિને સાડાસાતી-મોટી પનોતી ચાલી રહી છે. શનિ ગ્રહની માર્ગી ચાલની રાશિઓ પર શું અસર પડશે આવો જાણીએ.
મેષ રાશિ-Aries- (ચુ,ચે,ચો,લા,લી,લૂ,લે,લો,અ)
મેષ રાશિના લોકોને શશ મહાપુરુષ યોગનો લાભ મળી રહ્યો છે, જેનાથી જમીન મકાન, વાહન વગેરેના કામમાં ઝડપ આવશે. તેમને તેનું સુખ મળશે. શનિના માર્ગી થવાને કારણે મેષ રાશિના લોકોના કામકાજમાં ઝડપ આવશે. આ રાશિના લોકોને આ સમયે તેમના કામમાં સફળતા મળશે. તમારો દુશ્મન પક્ષ નબળો રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને લાભ થવાની અપેક્ષા છે. આ સમયે તમને તમારા ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની અપેક્ષા છે. નોકરીમાં પ્રશંસાનો યોગ સર્જાઈ રહ્યો છે. શનિદેવના માર્ગી થવાને લીધે, નોકરી, વ્યવસાય સંબંધિત કામ જે થઈ રહ્યું ન હતું, હવે તે કામોમાં વેગ આવશે. હવે નોકરીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. શનિદેવના માર્ગી થવાથી તમારી નવા લોકો સાથે મિત્રતા થશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ ભ્રમણકાળ દરમિયાન તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે. વૈવાહિક જીવનને લગતી સમસ્યાઓ દૂર થશે. જીવનસાથીનો સહયોગ મળશે. આર્થિક રીતે સાવચેત રહો અને યોગ્ય પરામર્શ કર્યા બાદ જ રોકાણનો નિર્ણય લો.
વૃષભ- Tauraus રાશિ- (ઈ, ઉ, એ, ઓ, વા, વી, વૂ, વે, વો)
શનિના માર્ગી ભ્રમણના કારણે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને તમારે મુસાફરી કરવી પડી શકે છે. તેમજ નોકરીયાત લોકો માટે આ સમય પ્રમોશનનો છે. વૃષભ રાશિ માટે શનિદેવ ભાગ્યના સ્વામી હોવાથી હવે ભાગ્ય વધુ સાથ આપશે. વૃષભ રાશિના લોકો માટે મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે, તમારા જીવનની ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમને દેવાંથી મુક્તિ મળશે અને દુશ્મનો પણ. શનિના માર્ગી થવાને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને સાથે જ તમને માનસન્માન પણ મળશે. વૃષભ રાશિના લોકોને નવુંં કામ, નોકરી, નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ ભ્રમણ પ્રેમ સંબંધ માટે વધુ સારા પરિણામો પણ આપશે. વૈવાહિક જીવનને લગતી સમસ્યાઓ દૂર થશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે.
મિથુન-Gemini- રાશિ (કા, કી, કુ, ઘ, ડ, છ, કે, કો, હા)
મિથુન રાશિના લોકો માટે શનિદેવનું માર્ગી થવુું સારું છે. આયુષ્યમાં વૃદ્ધિનો યોગ બનશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. તમે શનિદેવની નાની પનોતીમાં છો તેથી તમને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ થશે. જો મિથુન રાશિના લોકોને પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેનો ઉકેલ તમારી તરફેણમાં આવે તેવી શક્યતા છે. બને ત્યાં સુધી પરિવારમાં શાંતિ જાળવી રાખો. મિથુન રાશિવાળા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખો. માદક પદાર્થો, નશા વગેરેથી દૂર રહો તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. કેટલાક લોકો તમને પરેશાન કરી શકે છે, તેથી તમારા માટે કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહેવું ફાયદાકારક રહેશે. આ દરમિયાન જોખમી નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો, યોગ્ય પરામર્શ કર્યા પછી જ રોકાણનો નિર્ણય લો.
કર્ક-Cancer-રાશિ (હી,હુ, બે, હો, ડા, ડી, ડૂ, ડે, ડો)
કર્ક રાશિના લોકોને શશ મહાપુરુષ યોગનો લાભ મળી રહ્યો છે. શત્રુઓથી સાવધ રહો, આ સમય દરમિયાન તમને કાનૂની વિવાદમાં સફળતા મળશે. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે વિરોધનો સામનો કરી શકશો. આ ભ્રમણ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકો માટે શનિનું ભ્રમણ સારી અસર પાડશેે. કુટુંબ અને વ્યવસાય સાથે જોડાયેલા કામ જે વિલંબમાં પડ્યાં હતાં તે હવે સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરશે. ઝઘડાઓ અને વિવાદોથી દૂર રહો અને બહારની કોઈપણ બાબતનું સમાધાન કરવું વધુ સારું છે. લોકોને સાથે લઈ ચાલો. અભ્યાસમાં આવતી અડચણો સમાપ્ત થશે. તમે સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહી શકો છો. પ્રેમ, વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવશે. જેમને લગ્નમાં રસ છે હવે તેમની વાતચીત આગળ વધશે.
સિંહ-Leo-રાશિ (મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ ,ટે)
સિંહ રાશિના લોકોને કોર્ટ વિવાદ વગેરે જેવા કેસોમાં રાહત મળશે. સિંહ રાશિના લોકોને શનિદેવનીૃા વક્રી થવાથી લાભ મળશે. શનિદેવના માર્ગી થવાથી સિંહ રાશિના લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે. શનિદેવના માર્ગી થવાથી તમને રોગો અને દેવાની બાબતોમાં રાહત મળશે. સિંહ રાશિવાળા વાહનો ચલાવતી વખતે સાવચેત રહો. વેપારીઓ માટે લાભની શક્યતા છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય સારો રહેશે. ઉદ્યોગપતિઓ અને કામ કરતા લોકોનો આદર કરો. જો તમે ધીરજ રાખશો તો તમે નોકરી, વ્યવસાયની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકશો. આર્થિક રીતે સાવચેત રહો અને યોગ્ય સલાહ લીધા પછી જ રોકાણનો નિર્ણય લો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકોને સારા પરિણામ મળશે. સંતાનને યોગ્ય સફળતા મળે તેવી શક્યતા છે.
કન્યા-Virgo (ટો, પા, પી, પૂ, ષ. ળ, ઠ, પે, પો)
કન્યા રાશિના લોકોને શનિદેવના માર્ગીથવા બાદ પણ મિશ્ર પરિણામ મળશે, થોડી પરેશાની રહેશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.લાંબા સમયથી પરેશાન કરતી સમસ્યા હલ થશે. તમારી માતાનું સ્વાસ્થ્ય પણ અનુકૂળ રહેશે. શત્રુઓ સાથે વિવાદમાં તમને સફળતા મળશે. શનિદેવ પાંચમા ઘરમાં હોવાથી તમને થોડો લાભ મળવાની શક્યતા છે. તમે તમારી બુદ્ધિ કુશળતા સાથે આગળ વધવાનું ચાલુ રાખશો, કેટલાક અવરોધો આવશે, પરંતુ તેમ છતાં તમારા પ્રયત્નો ચાલુ રાખો. શનિદેવના માર્ગી થવાનાને કારણે, કન્યા રાશિના લોકોને નવા લોકો મળશે જે આ ગોચરકાળના સમયગાળા દરમિયાન તમને યોગ્ય ટેકો આપશે. તમને વાહન, મકાન અને કાયમી મિલકત વગેરે મળવાની શક્યતા છે. વ્યવસાય, નોકરીમાં તમારો સમય મિશ્ર રહેશે, તમારે વધુ મહેનત કરવી પડશે. કન્યા રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં થોડો તણાવ રહેશે. પ્રેમ સંબંધોમાં વિવાદ, તણાવ વધશે, પરિસ્થિતિ બગડી શકે છે. સંતાન ભાવમાંં શનિદેવના માર્ગી થવાને કારણે કન્યા રાશિના લોકો જેમના ઘરમાં નાના બાળકો છે તેમના ભણતરને લઈને ચિંતિત રહેશે. પ્રેમ, વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવશે. જેમને લગ્નની ઇચ્છા ધરાવે છે તેમને પણ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. કન્યા રાશિના લોકો માટે, દરેક બાબતમાં સજાગ અને સાવચેત રહેવું જોઈએ.
તુલા- Libra- રાશિ (રા, રી, રુ, રે, રો, તા, તી, તૂ, તે)
તુલા રાશિવાળાને નાની પનોતીના કારણે થોડોઘણો તણાવ તો રહેશે. તમને સલાહ આપવામાં આવે છે કે હવે બિનજરૂરી તણાવ ન લો. તુલા રાશિના લોકોને પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ મહાપુરુષ યોગનો લાભ મળી રહ્યો છે, જે જમીન, મકાન, વાહન વગેરેના કામમાં ઝડપ લાવશે, તમને તેનું સુખ મળશે. તુલા રાશિવાળા કોઈપણ નવું કામ કરતાં પહેલાં યોગ્ય સલાહ લો. જો કોઈ રોકાણ કરવા માગતાં હોવ તો યોગ્ય સલાહ અને માર્ગદર્શન લીધા પછી જ કરો. તુલા રાશિના લોકોને પરિવારથી અલગ થવું પડી શકે છે, તમારી કેટલીક બાબતોમાં વિલંબ થઈ શકે છે. જરૂર પડે ત્યારે તમે લોકોની મદદ પણ મેળવી શકો છો, તમને ખુશખબર મળવાની પણ શક્યતા છે. તુલા રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં મિશ્ર પરિણામ મળવાની આશા છે. આ સમયે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. સારા સંબંધ કે પ્રેમ લગ્નને મંજૂરી મળી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે. તુલા રાશિના લોકોને કામ અને વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. નવી નોકરી, નવો ધંધો શરૂ કરવાની સંભાવના છે અથવા તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નવા કામની સંભાવના છે. આ દરમિયાન નોકરીયાત લોકોને તેમના ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. શનિદેવ માર્ગી થવાથી તુલા રાશિવાળાને રોગો, દેવાં અને અન્ય શત્રુઓની બાબતોમાં રાહત મળશે.
વૃશ્ચિક- Scorpio- રાશિ (તો, ના,ની, નૂ, ને, નો, યા, યી, યૂ)
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે. ત્રીજો ભાવ પરાક્રમ, સાહસ, સંદેશાવ્યવહાર, લેખન અને નાના ભાઈ -બહેનો વગેરેનો ભાવ માનવામાં આવે છે. ત્રીજા ભાવમાં શનિદેવના માર્ગી થવાથીે અણધાર્યા લાભની સ્થિતિ રહેશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમારા અને અન્ય લોકોના સન્માન અને આદર વિશે જાગૃત રહો. વૃશ્ચિક રાશિ માટે શનિદેવના માર્ગી થવાથી આ સમયગાળા દરમિયાન પરિવાર, માતાપિતાનો સહયોગ મળશે. વૃશ્ચિક રાશિના લોકોની આવક મિશ્રિત રહેશે. તમારે આળસ ટાળવી જોઈએ અને ખૂબ મહેનત કરવી જોઈએ. આળસને કારણે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશેે નહીં. તમને વિદેશી બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. યાત્રાનું પરિણામ તમારી તરફેણમાં રહેશે, તે ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે, તમારે તેમાં સંભાળીને રહેવાનું છે.
ધન-Sagittarius -રાશિ (યે, યો, ભા, ભી, ભૂ, ધા, ફા, ઢ, ભે)
ધન રાશિના લોકો માટે શનિદેવ બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે. બીજા ભાવથી નાણાં, વાણી અને પાંચમા ભાવથી તમારા બાળકો, બુદ્ધિ અને શિક્ષણનો વિચાર થાય છે. શનિ બીજા ભાવમાં માર્ગી થવાથી છેતરાવાની સંભાવના છે. શનિ દેવના માર્ગીથવા પછી પણ મિશ્ર પરિણામ મળશે, તમારા તણાવમાં ઘટાડો થે. ધન રાશિના લોકો માટે આ સમયે સાડાસાતી-મોટી પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માનસિક અસ્વસ્થતા પછી પણ તમારી જાતને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરો. પરિવારમાં માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખરાબ વસ્તુઓ, ખરાબ સંગતથી દૂર રહો. માર્ગી ગતિએ ચાલવાને કારણે તમારા કાર્યોમાં જે પણ વિલંબ થઈ રહ્યો હતો, હવે તેમાં ઝડપ આવવાની સંભાવના છે, તમારી આશા વધશે. તમને તમારા દેવા સંબંધિત બાબતોમાં રાહત મળશે. કામ, ધંધો, રોગ, દેવું, શત્રુ અને પ્રેમ સંબંધોમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ છે, તેનો અડગપણે સામનો કરવો પડશે. જો દુર્ઘટનાથઇ તો તેમાં તમારે તમારી જાતને બચાવવાની છે, યાત્રા કરતી વખતે સાવચેત રહો, ખાસ કાળજી લેવાની જરૂર છે.
મકર-Capricorn-રાશિ (ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી)
શનિદેવ તમારી પોતાની રાશિ પર ભ્રમણ કરી રહ્યાં છે, મકર રાશિના લોકોને શનિદેવના માર્ગી થયાં બાદ કેટલીક પરેશાનીઓ સાથે મિશ્રિત પરિણામ મળશે. સાડાસાતીની અસર તમારી રાશિ પર પણ છે. શનિદેવના માર્ગી થવાના કારણે, આ સમયગાળા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે જે ફેરફારો થશે, તેનો અંતિમ તબક્કામાં લાભ મળશે. મકર રાશિના લોકોને પંચ મહાપુરુષ યોગોમાંથી એક શશ મહાપુરુષ યોગનો લાભ મળી રહ્યો છે, પરંતુ દરેક કાર્યમાં વધુ મહેનત કરવી પડશે. તમારી રાશિ પર સાડાસાતીની અસર પણ છે, તેથી કોઈ આગ્રહ ન હોવો જોઈએ, કોઈ વાતને લઇનેે સમસ્યાઓ વધશે. તમને માનસિક પરેશાની રહેશે. ભલે તમે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરો, તમારે પ્રયાસ કરતા રહેવું પડશે. મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લોકોનો સહયોગ મળશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શનિદેવ દરેક કાર્યમાં વિલંબ કરે છે, તેથી તમારા દરેક કાર્યમાં વિલંબ થશે. ધીરજ રાખો, તમને પ્રયત્ન કરવાનો લાભ મળશે.
કુંભ- Aquarius- રાશિ (ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા)
તમને તમારા પરિવારના મિત્રો, પ્રેમીઓ, શુભેચ્છકો, જીવનસાથીનો સહયોગ મળશે. તમારે કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. તમારે ધીરજ રાખવી પડશે અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આર્થિક રીતે સાવચેત રહો અને યોગ્ય સલાહ લીધા પછી જ રોકાણનો નિર્ણય લો. વધારે જોખમ ન લો. અત્યારે કુંભ રાશિમાં સાડાસાતીનું બીજું ચરણ ચાલી રહ્યું છે. શનિદેવના માર્ગી થયાં બાદ પણ તમને જે સમસ્યાઓ છે તે યથાવત રહેશે. તમને બિનજરૂરી વિવાદો, માનસિક ચિંતાઓ અને તમારા કામમાં વિલંબ થશે. જેમાં તમે સાચા છો તે કાનૂની બાબતો હશે તો તમને તેનો લાભ મળશે. કાનૂની બાબતો તમારી તરફેણમાં નક્કી થશે. કુંભ રાશિના લોકો ધીરજ રાખે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તમારા જીવનમાં અને તમારી આસપાસના લોકો સાથે શાંતિ જાળવો, તેમના તરફથી મળતા ટેકાથી તમે આગળ વધતા રહેશો
મીન-Pisces- રાશિ (દી, દૂ, થ, ઝ, જ, દે, દો, ચ, ચી)
મીન રાશિના લોકો માટે શનિદેવના માર્ગી થવાથી આ સમયગાળા દરમિયાન જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની આશા રહેશે. જેથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. તમારી રાશિ પર સાડાસાતીની અસર પણ છે. માર્ગી શનિનું આ ભ્રમણ તમારા માટે લાભદાયક છે. તેથી તમારા બધા કામમાં વિલંબ થશે. કુટુંબ અને જાહેર જીવનમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. પ્રેમી અને પ્રેમિકા એકબીજાનું સન્માન રાખે. જો તમે જીવનના દરેક ક્ષેત્ર વિશે ચિંતન-મનન કરવાનો પ્રયાસ કરો છો, તો તમને ફાયદો થશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મીન રાશિના લોકો માટે, શનિદેવના માર્ગી થવાના કારણે જમીન, મકાન, વાહન વગેરેના કામોમાં ઝડપ આવશે. તેનું સુખ મળશે. શનિદેવ માર્ગી હોવાથી આ સમયગાળા દરમિયાન સકારાત્મક વિચારો રાખો. પરિણામ તમારી તરફેણમાં રહેશે. ટૂંક સમયમાં તમને સારા પરિણામ મળશે.
આ પણ વાંચોઃ Weekly Horoscope: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, જ્યોતિષાચાર્ય પી. ખુરાના સાથે...
આ પણ વાંચોઃ Venus transit: ગ્રહગોચરમાં શુક્ર રાશિ પરિવર્તનની 12 રાશિઓ પર જાણો અસર