ETV Bharat / bharat

અમિત શાહ અને પવાર વચ્ચે બેઠકની અફવા પર સંજય રાઉત કહ્યું-અફવાઓનો અંત લાવો - Union Home Minister Amit Shah

અમિત શાહ અને શરદ પવાર વચ્ચે અમદાવાદમાં બેઠક અંગે અટકળો ચાલી રહી હતી. રવિવારે અમિત શાહે આ અફવાઓ પર વધુ ભાર મૂક્યો છે. જ્યારે પત્રકારોએ અમિત શાહને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, કેટલીક બાબતોને જાહેર કરી શકાતી નથી. જોકે, NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, અમિત શાહ અને પવાર વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી. શિવસેનાનું કહેવું છે કે, કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ અને હવે અફવાઓનો અંત લાવો.

સંજય રાઉત
સંજય રાઉત
author img

By

Published : Mar 29, 2021, 7:00 PM IST

  • અમિત શાહ અને NCPના પ્રમુખ શરદ પવાર વચ્ચે બેઠક થઈ હોવાની અટકળો
  • કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએઃ સંજય રાઉત
  • અમિત શાહ અને પવાર વચ્ચે કોઈ મુલાકાત થઈ નથીઃ NCP નેતા નવાબ મલિક

નવી દિલ્હીઃ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCPના પ્રમુખ શરદ પવારની બેઠકને લઈને અટકળો ચાલી રહી છે. રવિવારે પત્રકારો દ્વારા અમિત શાહને આ બેઠક અંગે પૂછવામાં આવ્યું હતું. આ અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, બધું જાહેર કરી શકાતું નથી. આ બાબત પર શિવસેનાએ કહ્યું કે, કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ અને હવે અફવાઓનો અંત લાવો. જોકે, NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, અમિત શાહ અને પવાર વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી.

શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરી અફવાઓનો અંત લાવવા કહ્યું

શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું કે, કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ, નહીં તો મૂંઝવણ ઉભી થઈ શકે છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદમાં કે બીજે ક્યાંય કોઈ ગુપ્ત મીટિંગ થઈ નથી. હવે અફવાઓનો અંત લાવો.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCP સુપ્રીમો શરદ પવારની અમદાવાદમાં મુલાકાત

શિવસેનાએ NCP પર નિશાન સાધ્યું

મહારાષ્ટ્રમાં શિવસેના અને NCP વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. સામના દ્વારા શિવસેનાએ NCP પર નિશાન સાધ્યું છે. જેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, સચિન વાજે જેવા પોલીસ અધિકારીને અમર્યાદિત અધિકાર કોણે આપ્યા હતા. આ વચ્ચે અમિત શાહ અને શરદ પવાર વચ્ચેની બેઠકને લઈને સસ્પેન્સ વધ્યું છે.

મહારાષ્ટ્રમાં ગૃહ પ્રધાન પદ NCP પાસે

મહારાષ્ટ્રમાં ગૃહ પ્રધાન પદ NCP પાસે છે. અનિલ દેશમુખ પ્રધાન છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીરસિંહે દેશમુખ પર આરોપ લગાવ્યો છે કે, તેણે સચિન વાજેને દર મહિને 100 કરોડની ઉચાપત કરવાનું કહ્યું હતું. દેશમુખે આનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. શિવસેના આડકતરી રીતે દેશમુખને નિશાન બનાવી રહી છે. આ મુદ્દે શિવસેના અને NCP સામ-સામે જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.