ETV Bharat / bharat

સમલૈંગિક લગ્ન સંબંધિત 2 અરજી પર 13 માર્ચે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી - Same Sex Marriage Plea in Supreme Court

સુપ્રીમ કોર્ટમાં આજે સમલૈંગિક લગ્ન સંબંધિત 2 અરજી પર સુનાવણી (Same Sex Marriage Plea in Supreme Court) 13 માર્ચે થશે. ત્યારે હવે સૌની નજર આ સુનાવણી પર મંડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ અરજીઓ (Supreme Court hearing Today) હાઈકોર્ટમાં પડતર હતી.

સમલૈંગિક લગ્ન સંબંધિત 2 અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

author img

By

Published : Jan 6, 2023, 2:22 PM IST

Updated : Jan 6, 2023, 3:19 PM IST

અમદાવાદ સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્ન સંબંધિત 2 અરજીઓ પર સુનાવણી (Same Sex Marriage Plea in Supreme Court) 13 માર્ચે કરશે. આ બંને અરજીઓ દિલ્હી અને કેરળ હાઈકોર્ટમાં પેન્ડિંગ (Supreme Court hearing) હતી. સુપ્રીમ કોર્ટ આ અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માગ પર સુનાવણી કરવા સહમત થઈ છે. ત્યારે આની પર સૌની નજર મંડાયેલી છે.

બંગાળ અને દિલ્હીના વ્યક્તિએ કરી અરજી આ 2 અરજીમાંથી એક અરજી પશ્ચિમ બંગાળના સુપ્રિયો ચક્રવર્તી અને દિલ્હીના અભય ડાંગેએ દાખલ કરી છે. તેઓ બંને લગભગ 10 વર્ષથી સાથે રહેતા હતા અને ડિસેમ્બર 2021માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. હવે તેઓ ઈચ્છે છે કે, તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપવામાં આવે. બીજી અરજી પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજની છે, જેઓ 17 વર્ષથી રિલેશનશિપમાં છે. તેઓ દાવો કરે છે કે તેઓ એક સાથે બે બાળકોનો ઉછેર કરી રહ્યા છે, પરંતુ તેમના લગ્ન કાયદેસર રીતે પૂર્ણ થયા નથી. જેના કારણે તેઓ કાયદેસર રીતે તેમના બાળકોના માતા-પિતા ન કહી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કાયદાકીય પ્રશ્નો થશે દૂર આપને જણાવી દઈએ કે, ભારતીય કાયદા અનુસાર લગ્ન ફક્ત સ્ત્રી અને પૂરૂષ વચ્ચે જ થઈ શકે છે, પરંતુ સમાન કાયદામાં સમલૈંગિક લગ્નનો સમાવેશ કરવાનો અવકાશ શોધી રહેલા લોકો દલીલ કરે છે કે, કાયદામાં પત્નીની વ્યાખ્યા તેના લિંગને સ્પષ્ટ કરતી નથી. જો 'વાઈફ' શબ્દને જેન્ડર ન્યુટ્રલ ગણવાની માગને મંજૂર કરવામાં આવશે. તો સમલૈંગિકો વચ્ચેના લગ્નને કાયદાકીય માન્યતા તો મળશે જ, પરંતુ તેમની વચ્ચેના સંપતિના અધિકાર, બાળક દત્તક લેવાનો અધિકાર જેવા જટિલ કાયદાકીય પ્રશ્નો પર શંકા દૂર થશે.

સ્પેશિયલ મેરેજ એક્ટને જેન્ડર ન્યુટ્રલ બનાવવાની માગ અરજદારોનું કહેવું છે કે, સમલૈંગિક લગ્નને માન્યતા ન મળવાથી સમલૈંગિક યુગલોના મિલકત, ગ્રેચ્યૂઈટી, દત્તક લેવા, સરોગસી જેવા મૂળભૂત અધિકારો પર અસર થાય છે. સંયુક્ત બેન્ક ખાતું ખોલાવવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 4 કોઈ પણ બે વ્યક્તિઓને લગ્ન કરવાની મંજૂરી આપે છે, પરંતુ પેટા-કલમ (C) હેઠળ માત્ર એક પૂરૂષ અને સ્ત્રી લગ્ન માટે અરજી કરી શકે છે. તેથી જ પિટિશનમાં માગ કરવામાં આવી રહી છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટને લિંગ તટસ્થ બનાવવામાં આવે.

દિલ્હી અને કેરળ HCમાં 9 અરજી દાખલ ચીફ ફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિમ્હાની બેન્ચે દેશની અલગ અલગ હાઈકોર્ટમાં સમલૈંગિક લગ્ન પર પડતર કેસોને પણ ધ્યાનમાં લીધા હતા. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આવી અનેક અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે ફક્ત દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટમાં 9 અરજીઓ દાખલ કરવામાં આવી છે.

વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂના કાયદાને રદ કર્યો હતો 6 સપ્ટેમ્બર 2018ના દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સમલૈંગિકતાને અપરાધ ગણાવતા 158 વર્ષ જૂના કાયદાને ફગાવી દીધો હતો. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ તે સમયે કાયદાને ફગાવી દેનારી બેન્ચમાં હતા. આ કાયદો રદ થયા પછી સમલૈંગિકતા પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાયો અને સમલૈંગિક લગ્ન માટે મજબૂત ગ્રાઉન્ડ તૈયાર થઈ શકે. દેશમાં મોટા ભાગના લોકો તેમના ધાર્મિક રિવાજો અનુસાર લગ્ન કરે છે. તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાયદા પણ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓમાં સમલૈંગિક લગ્નનો કોઈ ઉલ્લેખ નથી. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન કરવા માગતા યુગલો લગ્ન કરી શકતા નથી. જો તેઓ રિવાજ મૂજબ લગ્ન કરે તો પણ તેઓ તેને કાયદેસર રીતે નોંધણી કરાવી શકતા નથી. આવી સ્થિતિમાં આ લગ્નને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી.

અન્ય દેશોમાં સર્વોચ્ચ અદાલતે સમલિંગી યુગલોને લગ્ન કરવાનો આપ્યો હતો અધિકાર ઑસ્ટ્રિયામાં ગે અને લેસ્બિયન યુગલોને સિવિલ પાર્ટનરશિપમાં જવાનો અધિકાર વર્ષ 2010માં જ મળ્યો હતો, પરંતુ વર્ષ 2017માં ત્યાંની સુપ્રીમ કોર્ટે તેને ભેદભાવપૂર્ણ કાયદો ગણાવ્યો હતો. તેમ જ સરકારે ગે યુગલોના લગ્ન માટે અલગ કાયદો ઘડવાનો આદેશ આપ્યો હતો. કાયદો અને કહ્યું કે, જો કાયદો પસાર નહીં થાય, તો સમલૈંગિક યુગલો 1 જાન્યુઆરી, 2019થી લગ્ન કરી શકશે.

આ પણ વાંચો બિલ્કીસ બાનો કેસ રિવ્યુ પિટિશન: જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને અલગ કર્યા

અનેક દેશોમાં કોર્ટના હસ્તક્ષેપ પછી સમલૈંગિક લગ્નને કાયદાકીય દરજ્જો મળી શકે છે 17 મે 2019ના રોજ તાઈવાનની બંધારણીય અદાલતના આદેશ પર ત્યાંની સંસદે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા માટે એક અલગ કાયદો પસાર કર્યો હતો. તે જ સમયે 12 જૂન 2019ના એક્વાડોરની બંધારણીય અદાલતે પણ આદેશ આપ્યો કે, સમલિંગી યુગલોને લગ્ન કરવાનો અધિકાર છે, જે પછી ગે અને લેસ્બિયન યુગલોને એક્વાડોરમાં લગ્ન કરવાનો અધિકાર મળ્યો હતો. વર્ષ 2020માં, કોસ્ટા રિકામાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકતા કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ત્યારબાદ સમલૈંગિક લગ્નને ત્યાં પણ કાનૂની દરજ્જો મળ્યો. એ જ રીતે કોલંબિયા, અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં કોર્ટના હસ્તક્ષેપ બાદ સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો મળી શકે છે.

આ પણ વાંચો દ્વેષપૂર્ણ ભાષણને સરકાર સાથે આડકતરી રીતે જોડી શકાય નહીંઃ કોર્ટ

ભારતમાં વર્તમાન લગ્ન કાયદા ભારતમાં ધાર્મિક આધારો પર લગ્નની મંજૂરી આપતા કાયદાઓ ઉપરાંત, 2 વિશેષ કાયદાઓ પણ છે. અહીં હિન્દુ મેરેજ એક્ટ (Hindu Marriage Act) અંતર્ગત હિન્દુ, બૌદ્ધ, શીખ, લિંગાયત અને જૈન ધર્મના યુગલો એકબીજા સાથે લગ્ન કરી શકે છે. મુસ્લિમ મેરેજ એક્ટ (Muslim Marriage Act) અંતર્ગત ઇસ્લામિક માન્યતાઓ અનુસાર લગ્ન કરવાની મંજૂરી. ખ્રિસ્તી યુગલોના લગ્ન માટે ભારતીય ક્રિશ્ચિયન મેરેજ એક્ટ (Indian Christian Marriage Act) છે. તો વિવિધ ધર્મના યુગલોના લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ Special Marriage Act) છે. વિદેશમાં રહેતા ભારતીયોના લગ્ન માટે ફોરેન મેરેજ એક્ટ (ફોરેન મેરેજ એક્ટ) છે. ઉપરાંત હિન્દુ મેરેજ એક્ટમાં સમલૈંગિક લગ્નોનો સમાવેશ કરવાનો વિરોધ થઈ રહ્યો છે.

કોર્ટમાં પહેલાથી અનેક અરજીઓ દાખલ છે વર્ષ 2020માં, અભિજીત અય્યર-મિત્રાએ દિલ્હી હાઈકોર્ટમાં સમલૈંગિક લગ્નની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. અભિજિતે તેની અરજીમાં દાવો કર્યો હતો કે, હિન્દુ મેરેજ એક્ટમાં વિષમલિંગી અથવા સમલૈંગિક લગ્નનો ઉલ્લેખ નથી અને કાયદો માત્ર 2 હિન્દુઓને જ લગ્ન કરવાનો નિર્દેશ આપે છે. જોકે, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા સામે કોર્ટમાં પહેલાથી જ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. વિરોધીઓ દાવો કરે છે કે હિંદુ ધર્મમાં માત્ર સ્ત્રી અને પુરુષ જ લગ્ન કરી શકે છે.

Last Updated : Jan 6, 2023, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.