બાલાઘાટ: મધ્ય પ્રદેશના બાલાઘાટ (Same dead body cremated twice) જિલ્લાના એક ગામમાં રહેતા લોકોએ એક દફનાવેલા મૃતદેહ પર ખોદકામ કરીને એને પાછું બહાર કાઢ્યું હતું. મૃતદેહની દફનવિધિ (Cremation Procedure) થયા બાદ જ્યારે આદિવાસી પરિવારે આમ કરવા પર વાંધો ઊઠાવ્યો તો પોલીસે પણ દફનાવેલા મૃતદેહને બહાર (Consent of both families buried body removed) કાઢાવી આદિવાસી પરિવારને સોંપી દીધો હતો. મતદેહ કોહવાઈ ગયો હતો તેથી એની ઓળખ કરવી મુશ્કેલી બની ગઈ હતી. એક ખ્રિસ્તી પરિવારે એ મૃતદેહને પોતાના ઘરની વ્યક્તિ કહી શબ સોંપી દીધું.
આ પણ વાંચો: દેશ માટે 3 યુદ્ધ લડ્યા પણ ગામમાં રસ્તો ન હોવાથી હવે લાચારી સામે લડાઈ
શા માટે આમ બન્યુ: બાલાઘાટ જિલ્લાના બૈહર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામે વિચિત્ર કહી શકાય એવી મામલો સામે આવ્યો છે. જેમાં એક લાપતા થયેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. એક ખ્રિસ્તી પરિવારે મૃતદેહને ઓળખી મૃતકને પોતાના પરિવારનો સભ્ય કહ્યો. પછી ખ્રિસ્તી રિવાજ અનુસાર અંતિમવિધિ થઈ. બીજા એક આદિવાસી પરિવારને લાપતા થયેલા વ્યક્તિના મૃતદેહ અંગે જાણકારી મળી તો આદિવાસી પરિવારે દફનાવેલા મૃતદેહને ખોદી બહાર કાઢી લીધો. પછી આદિવાસી વિધિ અનુસાર અંતિમસંસ્કાર થયા.
નદી કિનારેથી મળ્યો મૃતદેહ: બૈહર જત્તા ભંડેરીમાં થોડા દિવસ પહેલા નદીના કિનારેથી એક મૃતદેહ મળ્યો હતો. જે કોઈ અજ્ઞાત વ્યક્તિનો હતો. આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી. પછી સમગ્ર ગામમાં આ અંગેની સૂચના આપી દેવાઈ હતી. લાપતા થયેલા લોકો અંગે જાણકારી મંગાવાઈ. અમિત જેમ્સના પિતા આનંદ જેમ્સે એક લાપતાની ફરિયાદ કરી હતી. ઉકવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પરિવારજનોને મૃતદેહની ઓળખ માટે બોલાવાયા હતા. નિશાનના આધાર પર ઓળખ મળી હતી. મૃતદેહની સ્થિતિ સારી ન હતી.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા જીવ અધ્ધર, આ રીતે પોલીસે મેળવી ભાળ
પોલીસે કામગીરી કરી: આ પછી મળી આવેલા મૃતદેહની પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પછી ખ્રિસ્તી પરિવારને મૃતદેહ આપી દેવાયો. પરિવારે ખ્રિસ્તી પરંપરા અનુસાર કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. મલાજખંડ ટિગીપુર નિવાસી બૈગા પરિવાર જ્યારે પોતાના સભ્યનો ફોટો વોટ્સએપ પર જોયો ત્યારે પોલીસ ફરિયાદ કરી. દાવો કર્યો કે, મૃતક આદિવાસી પરિવારમાંથી છે. પછી બન્ને પરિવારમાં સહમતી બની હતી. પછી પોલીસે દફનાવેલા મૃતદેહને ખોદી બહાર કઢાવી આદિવાસી પરિવારને આપી દીધો હતો. આદિવાસી પરિવારે એમના રીત રીવાજ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા.