નવી દિલ્હીઃ બુધવારે સાક્ષી મલિકે બ્રિજ ભુષણ પર ધમકીના આરોપો લગાવ્યા છે. સાક્ષી એ જણાવ્યું કે, તેમની માતાને ફોન પર બ્રિજ ભુષણના ગુંડાઓ છેલ્લા 2-3 દિવસથી ધમકી આપતા હતા. તાજેતરમાં WFIના અધ્યક્ષની ચૂંટણીમાં જીતેલા સંજય સિંઘનો વિરોધ સાક્ષી કરી રહ્યા હતા ત્યારે પણ તેમની માતાને ફોન પર ધમકીઓ મળતી હતી. WFI કોન્ટ્રોવર્સીએ એક નવો વળાંક લીધો છે. જેમાં યુવા પહેલવાનો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. આ યુવા પહેલવાનોએ તેમની કારકિર્દીનું 1 વર્ષ બરબાદ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.
સાક્ષી મલિકે તેના ઘરે મીડિયાને જણાવ્યું કે, તેની માતાને છેલ્લા 2-3 દિવસથી બ્રિજ ભુષણના ગુંડાઓ ફોન પર ધમકી આપતા હતા. બ્રિજ ભુષણના ગુંડાઓ છેલ્લા 2-3 દિવસથી એક્ટિવ થઈ ગયા હતા. મારી માતાને ફોન પર જણાવવામાં આવ્યું હતું કે, કોઈક મારા કુટુંબીઓ વિરુદ્ધ કેસ દાખલ કરશે. સોશિયલ મીડિયામાં લોકો અમને ગાળો આપે છે તેમને યાદ રાખવું જોઈએ કે તેમના ઘરે પણ બહેન-દીકરીઓ છે.
સાક્ષીને WFIમાં સંજ્ય સિંઘ સિવાય કોઈની સાથે વિખવાદ ન હોવાનું જણાવ્યું છે, કારણ કે સંજય સિંઘ બ્રિજ ભુષણના નજીકના ગણાય છે. WFIમાં સંજય સિંઘ સિવાયની નવી બોડીમાં કોઈની સામે વાંધો નથી. સાક્ષીએ એડ હોક કમિટી સામે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું છે.
સરકાર અમારા માટે માતા-પિતા સમાન છે અને હું સરકારને વિનંતી કરું છું કે આગામી પહેલવાનો માટે રેસ્ટલિંગને સેફ કરે. સંજય સિંઘનું વર્તન બધાએ જોયું છે. ફેડરેશનમાં સંજય સિંઘનો હસ્તક્ષેપ હું ઈચ્છતી નથી. હું માત્ર વિનંતી કરી શકું છું. જો મંત્રાલય તેને પરત ન લાવે તે બહેતર છે. બ્રિજ ભુષણે પોતાની શક્તિનો દુરઉપયોગ અધ્યક્ષની ચૂંટણીમાં કર્યો છે.
સાક્ષીને સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટર બનવા વિશે પુછતા તેને ના પાડી હતી. સાક્ષી જણાવે છે કે હું ડિસ્ટર્બ્ડ છું. અમે આગામી કુશ્તીબાજોને સહન ન કરવું પડે તેવું ઈચ્છીએ છીએ. અમને જૂનિયર રેસ્લર્સને નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા તે ખોટું છે. જો મહિલાઓ આ સંઘર્ષમાં જોડાશે તે બહેતર છે.