ETV Bharat / bharat

સરયુ નદીમાં સ્નાન કર્યા બાદ સાધુએ કાપ્યો પોતાનો જ હાથ - ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ

રામ નગરી અયોધ્યામાં સરયુ ઘાટ પર સ્નાન કર્યા પછી,(Sadhu cut his hand in Ayodhya) એક અજાણ્યા સાધુએ હાથનો પંજો કાપી નાખ્યો હતો. સાધુની હાલત નાજુક થતાં લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સરયુ ઘાટ પર સ્નાન કર્યા પછી સાધુએ પોતાના હાથનો જ પંજો કાપી નાખ્યો

author img

By

Published : Oct 3, 2022, 8:46 PM IST

અયોધ્યા(ઉતર પ્રદેશ): અયોધ્યામાં સરયૂના કિનારે સોમવારે એક સાધુએ પોતાના જમણા હાથનો પંજો કાપી નાખ્યો હતો.(Sadhu cut his hand in Ayodhya) પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાધુ વેશધારીને શ્રી રામ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં તેમની હાલત ગંભીર હોવાથી તેમને ડિવિઝનલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપઃ સાધુના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે.(Ayodhya Saryu Ghat) આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લખવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા માટી ભરણ, શૌચાલય યોજના, મહેસૂલ અને જમીન સુધારણા, રોડ કાસ્ટિંગ યોજના, કન્યા વિવાહ યોજના સહિત અન્ય ઘણી યોજનાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાધુની ઓળખ વિમલ કુમાર સમાજસેવી, અરરિયા, બિહાર તરીકે થઈ છે. તેણે સોમવારે સવારે સરયુ કિનારે તેના હાથનો પંજો કાપી નાખ્યો હતો.

સાધુની હાલત નાજુકઃ સાધુનો જમણો હાથ સાવ કપાઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો કોઈક રીતે ઈજાગ્રસ્ત સાધુને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેની હાલત ગંભીર બનતા તેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. તબીબોએ સાધુની હાલત નાજુક ગણાવી છે. સીઓ અયોધ્યા રાજેશ તિવારીએ જણાવ્યું હતુ કે, ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક રીતે સારવાર આપવામાં આવી રહી છે. પરિવારજનોનો સંપર્ક કરીને ઘટના અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને અંજામ આપતા પહેલા સાધુએ સરયૂ ઘાટમાં ડૂબકી લગાવી હતી અને પછી નવા કપડાં પહેર્યા હતા. જે બાદ સાધુએ ધારદાર હથિયાર વડે તેના હાથનો પંજો કાપી નાખ્યો હતો.

માનસિક રીતે પણ બીમારઃ મેઘા ​​ચોકીના ઈન્ચાર્જ વિજયંત મિશ્રાએ જણાવ્યું હતુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સાધુ બિહારનો રહેવાસી છે. તેઓ ભ્રષ્ટાચારના કેટલાક કેસમાં દુ:ખી થયા હતા. આ કારણે તેણે પોતાના હાથનો પંજો કાપી નાખ્યો. તે માનસિક રીતે પણ બીમાર લાગે છે. સાધુની હાલત નાજુક છે. તેને ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સ્થિતિ સામાન્ય થશે અને પૂછપરછમાં વધુ માહિતી બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.