ETV Bharat / bharat

Legends League Cricket: લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ નહીં લે તેંડુલકર, LLCએ ભારતીય ટીમની જાહેરાત કરી - Bharat Maharaja LLC team

SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે, બેટિંગ લેજેન્ડ સચિન તેંડુલકર (Sachin Tendulkar On Legends League Cricket) આગામી 'લેજેન્ડ્સ લીગ ક્રિકેટ' (LLC)નો ભાગ નથી. LLCએ નિવૃત્ત ખેલાડીઓ માટેની વ્યાવસાયિક ક્રિકેટ લીગ છે. તેણે હાલમાં જ તેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

Legends League Cricket
Legends League Cricket
author img

By

Published : Jan 9, 2022, 1:54 PM IST

Updated : Jan 9, 2022, 10:07 PM IST

નવી દિલ્હી: સચિન તેંડુલકર વિશે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની (Tendulkar Not part of Legends League Cricket) SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે શનિવારે પુષ્ટિ કરી છે કે દિગ્ગજ ક્રિકેટર 20 જાન્યુઆરીથી શરૂ થનારી આગામી લીગમાં ભાગ લેશે નહીં. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં માત્ર નિવૃત્ત ખેલાડીઓને જ સામેલ કરવામાં આવશે. તેણે તાજેતરમાં ઓમાનના મસ્કતમાં રમાનારી ટુર્નામેન્ટ માટે તેની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી LLCના કમિશ્નર છે.

લીગએ આયોજકોને ચાહકોને ગેરમાર્ગે દોરનારી માહિતી ન આપવા વિનંતી કરી

આ પહેલા એક પ્રમોશનલ વીડિયોમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. ત્યારે ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન તેંડુલકર પણ જોવા મળ્યો હતો, જેના કારણે અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે પણ લીગમાં ભાગ લેશે. જોકે SRT સ્પોર્ટ્સે આ દાવાઓને ફગાવ્યા છે અને પુષ્ટિ કરી છે કે તે લિજેન્ડ્સ લીગમાં (Legends League Cricket) ભાગ લઈ રહ્યો નથી. લીગએ આયોજકોને પણ વિનંતી કરી છે કે તેઓ ચાહકોને ગેરમાર્ગે દોરનારી માહિતી ન આપે.

ભારતીય ટીમનું નામ 'ભારત મહારાજા'

SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે ટ્વિટર પર લખ્યું, "લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં સચિન તેંડુલકરની ભાગીદારી (Sachin Tendulkar will not participate) અંગેના સમાચાર સાચા નથી. આયોજકોએ ક્રિકેટ ચાહકો અને અમિતાભ બચ્ચનને ગેરમાર્ગે દોરવાથી દૂર રહેવું જોઈએ. એલએલસી પાસે ત્રણ ટીમો હશે જે એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. ભારતીય ટીમ (Bharat Maharaja LLC team)નું પ્રતિનિધિત્વ વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ કરશે.

'એશિયા લાયન્સ' ટીમમાં ભૂતપૂર્વ પાકિસ્તાની અને શ્રીલંકાના ખેલાડીઓનો સમાવેશ

એલએલસી દ્વારા એશિયા ટીમ 'એશિયા લાયન્સ'ની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા, મુથૈયા મુરલીધરન, ચામિંડા વાસ, રોમેશ કાલુવિતરન, તિલકરત્ને દિલશાન, અઝહર મહમૂદ, ઉપુલ થરંગા સહિત ભૂતપૂર્વ પાકિસ્તાની અને શ્રીલંકાના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતીય જળસીમા પર ઘૂસણખોરી કરતા એક બોટ સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

આ પણ વાંચો: katrina vicky one month anniversary : એક મહિનાની વર્ષગાંઠ પર કેટરીનાએ શેર કરી આ તસવીર, ફેન્સે કહ્યું...

Last Updated : Jan 9, 2022, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.