- સાબરમતી આશ્રમના વિકાસ કાર્યનો થઈ રહ્યો છે વિરોધ
- રાજસ્થાનના મખ્યપ્રધાન ગેહેલોતે પણ કર્યો વિરોધ
- આશ્રમ ગાંધીજીના વિચારોનું પ્રતિબિંબ છે: ગેહેલોત
જયપુર : ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમના મૂળ સ્વરૂપ સાથે થઈ રહેલી છેડછાડ પર મુખ્યપ્રધાન અશોક ગેહેલોતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારન પર હુમલો કર્યો છે. મુખ્યપ્રધાન ગેહેલોતે કહ્યું કે," આશ્રમને કમાણીનું સ્થાન ન બનાવો તેને આત્મ-ચિંતનનું સ્થળ રહેવા દો.
ગેહેલોતે આગળ કહ્યું કે, " કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તરફથી અમદાવાદના સાબરમતિ આશ્રમના મૂળ સ્વરૂપને બદલીને આધૂનિક બનાવવાનો નિર્ણય ખોટો છે. ભારત જ નહી આખી દુનિયામાં આ નિર્ણયની નિંદા થઈ રહી છે. આ નિર્ણય દ્વારા આશ્રમની સાદગી પૂરી થઈ જશે".
આ પણ વાંચો : EXCLUSIVE: નવનિયુક્ત મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે ખાસ વાતચીત
ગેહેલોતે કહ્યું કે, " ગાંધીજીએ પોતાનું આખુ જીવન સાદગીની સાથે આઝાદીની લડાઈ અને માનવતાના કાર્યમાં લગાવી દીધું. સાદગીથી જીવવાવાળા મહાત્માના આશ્રમને આધુનિક કરવો તે તેમના જીવનની મૌલિકિતાની વિપરીત છે. સાબરમતિ આશ્રમ ગાંધીજીના વિચારોનું પ્રતિબિંબ છે.
તેમણે આગળ કહ્યું કે," આશ્રમનાં મૂળ માળખા સાથે છેડછાડ કરીને ગાંધીજીના વારસાને પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ બુદ્ધીજીવીઓએ આ બાબાતે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારને પૂન: અપિલ કરુ છું કે, "આશ્રમના મૂળ રૂપ સાથે કોઈ ફેરફાર ન કરે.
આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમના પૂન: વિકાસને કેન્દ્ર અને ગુજરાત સરકારની તરફથી 1200 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. હાલમાં તેનું સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ કરે છે. પરંતુ, પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્થળને ક્યારેય વર્લ્ડ ક્લાસ નવનિર્માણની જરૂર નથી. ગાંધીના કરિશ્મા સાથે, આ સ્થળની અધિકૃતતા અને સરળતા પણ પૂરતી છે. કેન્દ્ર અને ગુજરાત સરકારે આ રીતે ગાંધી અને તેમના સિદ્ધાંતો સાથે છેડછાડ ન કરવી જોઈએ.