કોલકાતા: દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ શોધનાર ડૉ. એન્જેલિક કોએત્ઝીએ (SA Health Expert Dr. Angelique Coetzee)કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના આ નવા સ્વરૂપ ઓમિક્રોન વેરિઅન્ટના (Covid-19 variant Omicron in India 2021) કેસમાં વધારો થશે, પરંતુ મોટાભાગના લોકોમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યા તેમ સાધારણ લક્ષણો દર્શાવે તેવી (Health Expert Opinion on Omicron)આશા છે.
વર્તમાન રસીઓ સંક્રમણ ફેલાવો ચોક્કસ રોકી શકે છે
સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખે (Health Expert Opinion on Omicron) એમ પણ કહ્યું કે વર્તમાન રસીઓ ચોક્કસપણે આ રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે, પરંતુ જે લોકો રસી નથી લેતા તેઓ 100 ટકા 'જોખમ'માં છે. કોએત્ઝીએ પ્રિટોરિયાથી ફોન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલની રસીઓ ઓમિક્રોન સ્વરૂપના ફેલાવાને રોકવામાં ખૂબ આગળ વધશે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિને રસી આપવામાં આવી હોય અથવા તે પહેલા કોરોના વાયરસથી સંક્રમિત હોય તો આ ચેપ તેમનાથી ઓછો ફેલાશે અને જે લોકોએ રસી નથી લીધી તેઓ કદાચ 100 ટકા વાયરસ ફેલાવશે.
ઓમિક્રોન એ કોરોના પેનડેમિકનો અંત નથી
તેમણે કહ્યું કે કોવિડ-19 વૈશ્વિક રોગચાળો હજુ સમાપ્ત થયો નથી. આવનારા દિવસોમાં તે 'એન્ડેમિક' (સ્થાનિક રીતે ફેલાતું સંક્રમણ) બની જશે. તેઓ કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય (Health Expert Opinion on Omicron) સાથે અસંમત હતાં કે કોવિડ-19 પ્રમાણમાં નબળા સ્વરૂપ ઓમિક્રોનના આગમન સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કોએત્ઝીએ કહ્યું, 'મને એવું નથી લાગતું. હું માનું છું કે તે રોગચાળાનો અંત છે. એ મુશ્કેલ હશે. મને લાગે છે કે તે હવે સ્થાનિક રીતે ફેલાતું સંક્રમણ બની જશે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઓમિક્રોન કેસો છે
શનિવાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના (Covid-19 variant Omicron in India 2021) કુલ 415 કેસ નોંધાયા છે, જેમાંથી 115 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા ભયમુક્ત છે. શનિવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 કેસ છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Omicron case in India 2021: દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધ્યા, કુલ કેસ વધીને 415 થયા
ઓમિક્રોનના કેસોમાં મોટી સંખ્યામાં વધારો થશે
કોએત્ઝીએ કહ્યું કે (Health Expert Opinion on Omicron) ભારતમાં ઓમિક્રોનને (Covid-19 variant Omicron in India 2021) કારણે કોવિડ-19ના કેસમાં વધારો થશે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત જોવા મળશે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા રહેવાની અપેક્ષા છે, જેમ કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળી રહ્યું છે. દરેક વાયરસ જે અનિયંત્રિત થાય છે તે મનુષ્યો માટે ખતરો બની શકે છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. ઓમિક્રોન અત્યારે ખતરનાક નથી. પણ ઊંચા દર સાથે ઝડપથી ફેલાઈ રહ્યો છે. બાળકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ તેઓ સરેરાશ પાંચથી છ દિવસમાં સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન ભવિષ્યમાં વધુ ઘાતક બનવા માટે તેનો દેખાવ બદલી શકે છે અને તે પણ શક્ય છે કે તેમ ન પણ બને.
સલામતી પ્રોટોકોલ અનુસરણ જરુરી છે
કોએત્ઝીએ (Health Expert Opinion on Omicron) કહ્યું કે માસ્ક પહેરવા અને કોવિડ-19 સંબંધિત સલામતી પ્રોટોકોલને અનુસરવા જેવા પગલાં ઓમિક્રોન ચેપને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આ સાથે (Covid-19 variant Omicron in India 2021) રસી, બૂસ્ટર ડોઝ, માસ્ક, સારી વેન્ટિલેશન સિસ્ટમ, ભીડથી દૂર રહેવું અને વ્યવહારુ જ્ઞાનનો ઉપયોગ મદદરૂપ થાય છે. આ સિવાય લક્ષણો જાણો અને એ પણ જાણો કે ક્યારે ટેસ્ટ કરાવવો, ક્યારે ડોક્ટરને મળવું અને ક્યારે સારવાર કરવી.