ETV Bharat / bharat

Russian President Putin Visits India : રાષ્ટ્રપતિ પુતિન અને PM મોદી અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા, જાણો.... - રાષ્ટ્રપતિ પુતિન અને PM મોદી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Putin Visits India) આજે સોમવારે ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન એક સમિટમાં જોડાશે (India Russia Summit 2021) જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા (India Russia relations) કરવામાં આવશે.

Russian President Putin Visits India
Russian President Putin Visits India
author img

By

Published : Dec 6, 2021, 8:38 AM IST

  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારત પ્રવાસે
  • બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા થશે ચર્ચા
  • 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Putin Visits India) આજે સોમવારે ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન એક સમિટમાં (India Russia Summit 2021) સામેલ થશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા (India Russia relations) કરવામાં આવશે. તેઓ બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 21મી ભારત-રશિયા સમિટ બન્ને નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે.

આ પણ વાંચો: પુતિને 'આતંકવાદી જૂથ'ની શ્રેણીમાંથી હટાવવાનો આપ્યો સંકેત, તાલિબાને નિર્ણયને આવકાર્યો

અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોરોના પર ચર્ચા

આ સમિટ દ્વારા અપેક્ષા છે કે બન્ને નેતાઓ અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોરોના ( Discussion on Corona in Summit) સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 6 ડિસેમ્બરે બન્ને દેશો વચ્ચેની વાતચીતની વિગતો આપતા બાગચીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ શોયગુ સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કરશે. બન્ને બેઠકો બાદ, બન્ને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો 'ટુ પ્લસ ટુ' યોજશે પ્રધાન સ્તરીય મંત્રણા કરશે, જેમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરાર

વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સોમવારે સાંજે 5.30 કલાકે સમિટની શરૂઆત કરશે અને રશિયન નેતા 9.30 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે. સમિટને ધ્યાનમાં રાખીને, ભારતે અમેઠીના કોરવા ખાતે પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સના નિર્માણ માટે લગભગ રૂપિયા 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી (AK-203 kalashnikov Assault Rifle) આપી છે. બન્ને પક્ષો લોજિસ્ટિક્સ સહકાર કરાર માટે વાટાઘાટોના અંતિમ તબક્કા પૂર્ણ કરે તેવી પણ અપેક્ષા છે. આ કરાર પર શિખર મંત્રણા અથવા 'ટુ પ્લસ ટુ' વાટાઘાટોમાં હસ્તાક્ષર કરી શકાય છે.

આ પણ વાંચો: ભારત રશિયા વચ્ચે AK 203 રાઇફલની ડીલ થઇ ફાઇનલ, જાણો રાઇફલની વિશેષતા

કામોવ-226T લાઇટ હેલિકોપ્ટર પ્રોજેક્ટ

ભારત અને રશિયાના ટેક્નોલોજી અને વિજ્ઞાન પરના સંયુક્ત આયોગની જાહેરાત કરવા ઉપરાંત, સમિટમાં સૈન્ય-તકનીકી સહયોગ માટે આગામી દાયકાનો રોડમેપ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. બન્ને પક્ષો ભારતીય સશસ્ત્ર દળો માટે 200 ડ્યુઅલ-એન્જિનવાળા કામોવ-226T લાઇટ હેલિકોપ્ટરના (Kamov 226T light helicopter) સંયુક્ત ઉત્પાદન માટેના પેન્ડિંગ પ્રોજેક્ટની ચર્ચા કરવા સિવાય સંખ્યાબંધ સંરક્ષણ પ્રાપ્તિ દરખાસ્તો પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.