ETV Bharat / bharat

Russia Ukraine War Impact : ભારતીય ચાના બગીચાઓ પર યુક્રેન રશિયા યુદ્ધની અસર, વેપારીઓને પડી શકે છે મુશ્કેલી - રશિયામાં ચાની નિકાસ

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર (Russia Ukraine War Impact ) ભારતમાં ચાના (TEA) ઉદ્યોગ પર પણ પડી છે. યુદ્ધને કારણે ભારતથી રશિયામાં ચાની નિકાસ (Tea Exporting To Ukraine) ઘટી છે. આના કારણે ભારતને લગભગ 500 કરોડનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Russia Ukraine War Impact
Russia Ukraine War Impact
author img

By

Published : Mar 29, 2022, 7:23 AM IST

મોરન, આસામ: ભારતના આસામ અને પશ્ચિમ બંગાળમાંથી ચાની વિશ્વભરમાં માંગ છે. પરંતુ યુક્રેન પર રશિયાના (Russia Ukraine War Impact ) હુમલાના કારણે ચાની નિકાસ પર પણ નકારાત્મક અસર પડી છે. આસામમાં ચાનો સૌથી મોટો ખરીદનાર રશિયા (Tea Exporting To Ukraine) છે, પરંતુ યુદ્ધને કારણે ભારતીય ચાની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2020 માં કોરોના વાયરસની લહેર હોવા છતાં, ભારતે રશિયાને 25.22 મેટ્રિક ટન ચાની નિકાસ કરી હતી. જો કે, ત્યારે ચાની બજાર કિંમત 453.26 કરોડ રૂપિયા હતી. 2021 માં ભારતે 27.24 મેટ્રિક ટન ચાની નિકાસ કરી હતી, જે અંદાજિત 487.04 કરોડની હતી. પરંતુ યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયામાં ચાની નિકાસ કરવામાં આવી રહી નથી. રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને (Economic sanctions on Russia) કારણે ડૉલરની ચુકવણીમાં પણ સમસ્યા જોવા મળી છે.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મંત્રણાની આશા, તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું- આ યુદ્ધ હવે ખતમ કરો

ભારતમાં દ્વારા ચાની રશિયામાં નિકાસ : ભારતમાં ચાના વાવેતરમાંથી લગભગ 20 ટકા ચા રશિયામાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ ફેબ્રુઆરી અને માર્ચ માટે કરાયેલા જૂના ઓર્ડરની નિકાસ પણ કરવામાં આવી રહી નથી. આ સિવાય યુક્રેનમાં પણ ભારતીય ચાની માંગ છે. યુદ્ધની શરૂઆતથી યુક્રેન તરફથી કોઈ નવા ઓર્ડર મળ્યા નથી. નિષ્ણાતોના મતે, રશિયામાં નિકાસ અટકાવવાથી ચાના વેપારીઓને 500 કરોડનું નુકસાન થઈ શકે છે. આ નુકસાનની અસર આસામના ચા ઉત્પાદકો અને કામદારો પર પડશે.

આ પણ વાંચો : Nuclear War: અડધા કલાકમાં થશે 10 કરોડ લોકોના મોત, જાણો પરમાણુ યુદ્ધ થશે તો શું થશે ?

ભાવમાં પહેલેથી જ ઘટાડો : યુદ્ધના કારણે ચાના ભાવમાં પહેલેથી જ ઘટાડો થયો છે. દક્ષિણ ભારતના ચાના બગીચાઓમાં હરાજી દરમિયાન ચાની પત્તીની કિંમત 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો ઘટી હતી. એપ્રિલની શરૂઆતમાં ચાના બગીચાઓમાં નવા પાન આવશે. આશંકા છે કે, આસામમાં પણ હરાજી દરમિયાન ચાના ભાવ ઘટશે. આની અસર ચાના મોટા અને નાના ઉત્પાદકો પર પણ પડી શકે છે. જણાવી દઈએ કે, પડકારો સામે લડ્યા બાદ રાજ્યના ઘણા ચાના બગીચા બંધ થઈ ગયા છે અને કેટલાકમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જો યુક્રેન યુદ્ધ વધુ લાંબું ચાલશે તો આસામના ઘણા ચાના બગીચા બંધ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.