સંયુક્ત રાષ્ટ્ર: યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે કહ્યું કે રશિયાએ યુક્રેન સાથે ક્રૂર અને બિનજરૂરી યુદ્ધ (Russia threatens nuclear attack on Ukraine) કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું શરમજનક રીતે ઉલ્લંઘન (Russia has shamefully violated UN Charter) કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના સંબોધન દરમિયાન બિડેને રશિયન હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે, યુક્રેનમાં નાગરિકો પર રશિયાના અત્યાચારના ચોંકાવનારા અહેવાલો છે.
યુએન ચાર્ટરનું ઉલંઘન: જો બાઈડને જણાવ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુરોપ પર પરમાણુ હથિયારોના હુમલાની નવી ધમકી દર્શાવે છે કે, રશિયા પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરવા છતાં બિનજવાબદારીપૂર્વક તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું હતું. અમે રશિયાના હુમલા સામે એકજુટ થઈને ઊભા રહીશું. નોંધપાત્ર રીતે, ત્રણ લાખ અનામત સૈનિકોની આંશિક તૈનાતીની બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાતનો ઉલ્લેખ કરતા બિડેને કહ્યું કે, રશિયામાં આ પગલાનો વિરોધ થઈ રહ્યો છે.
ક્રુર યુદ્ધ સામે બોલવા અપીલ: જો બાઈડને પોતાના સંબોધનમાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યએ તેના પાડોશી પર હુમલો કર્યો, એક સાર્વભૌમ રાષ્ટ્રને નકશા પરથી ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ શરમજનક રીતે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. બાઈડને તમામ દેશોને રશિયાના ક્રૂર અને બિનજરૂરી યુદ્ધ સામે બોલવા અને યુક્રેનના પોતાનો બચાવ કરવાના પ્રયાસોને મજબૂત બનાવવા હાકલ કરી હતી.