ETV Bharat / bharat

કેરળમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં RSS કાર્યકર્તાનું મોત - સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા

કેરળ ભાજપના પ્રમુખ કે. સુરેન્દ્રને RSS કાર્યકર્તાના મોતની નિંદા કરી હતી અને પીએફઆઈને આ માટે દોષી ઠેરવ્યા હતા.

કેરળમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં RSS કાર્યકર્તાનું મોત

author img

By

Published : Feb 25, 2021, 10:54 AM IST

  • કેરળના અલાપ્પુઝા જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ
  • RSS અને SDPI વચ્ચેની અથડામણમાં સંઘના કાર્યકર નંદુનું મોત
  • હિન્દુ સંગઠનોએ જિલ્લાના ચેર્થાલા શહેરમાં બંધનું આહવાન કર્યું

અલપ્પુઝા (કેરળ): અલાપ્પુઝા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ચેરથાલા નજીકના નાગમકુલંગરા વિસ્તારમાં આરએસએસ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (એસડીપીઆઈ) વચ્ચેની અથડામણમાં સંઘના કાર્યકર નંદુનું મોત નીપજ્યું હતું.

હિન્દુ સંગઠનો દ્વારા ચેર્થાલા શહેરમાં બંધનું આહવાન

એસડીપીઆઈ ઇસ્લામિક સંગઠન પીએફઆઈનું રાજકીય એકમ છે. પોલીસે જણાવ્યું હતું કે, આ અથડામણમાં બીજા ઘણા લોકો પણ ઘાયલ થયા છે. જોકે, તેમણે આ મામલે વધારે માહિતી શેર કરી ન હતી. કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રને આરએસએસ કાર્યકરના મોતની નિંદા કરી હતી અને પીએફઆઈને આ માટે દોષી ઠેરાવી હતી. તમને જણાવી દઈએ કે, એસડીપીઆઈ કાર્યકરો દ્વારા આરએસએસ કાર્યકરની હત્યાના વિરોધમાં ભાજપ અને કેટલાક હિન્દુ સંગઠનોએ અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાલા શહેરમાં બંધનું આહવાન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.