નવી દિલ્હી/શ્રીનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) કહ્યું કે, તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે, કાશ્મીરી પંડિતોના (Kashmiri Pandits) મુદ્દાને જનજાગૃતિ દ્વારા ઉકેલવામાં આવશે અને બંધારણની કલમ 370 ને રદ કરવી પડશે.
આ પણ વાંચો: આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, જૂઓ વીડિયો...
ભાગવતે કાશ્મીરી પંડિતોને સંબોધિત કર્યા : ભાગવતના (RSS Chief Mohan Bhagwat) કહેવા પ્રમાણે 2011 પછી છેલ્લા 11 વર્ષમાં અમે સામૂહિક પ્રયાસો કર્યા અને તેથી જ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હવે લાગુ નથી. ભાગવતે નવરેહ મહોત્સવમાં (Navreh Mahotsav) કાશ્મીરી પંડિતોને (Kashmiri Pandits) સંબોધિત કરતા કહ્યું કે, આપણે (કાશ્મીરી પંડિતો) છેલ્લા 3-4 દાયકાથી આપણા જ દેશમાં આપણા ઘરોમાંથી વિસ્થાપિત થવાનો ભોગ બની રહ્યા છીએ. એ મહત્વનું છે કે, આપણે આ સ્થિતિમાં હાર ન સ્વીકારીએ અને પડકારોનો સામનો કરીએ.
આ પણ વાંચો: Petrol and Diesel Price : આજે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ
RSSના પ્રમુખ મોહન ભાગવત : રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS) સંઘના વડા મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોની સમસ્યાના ઉકેલ માટે જનજાગૃતિ અને કલમ 370 જેવા અવરોધોને દૂર કરવા જરૂરી છે. કાશ્મીરી પંડિતોની હિજરત અંગે તેમણે કહ્યું કે, અમે ઉગ્રવાદના કારણે કાશ્મીર છોડી દીધું હતું, પરંતુ હવે જ્યારે અમે પાછા ફરશું, ત્યારે અમને સુરક્ષા અને આજીવિકાની ખાતરી મળશે. હવે કાશ્મીરી પંડિતો હિન્દુ અને 'ભારત ભક્ત' 'ભારત ભક્ત'ના રૂપમાં પરત ફરશે. ભાગવતના કહેવા પ્રમાણે અમે એવી રીતે જીવીશું કે કોઈ અમને વિસ્થાપિત કરવાની હિંમત ન કરે.