છત્તીસગઢ : જાંજગીર ચંપા જિલ્લાના અકલતરાના મીની માતા ચોકમાં અનિયંત્રિત પીકઅપ પલટી ખાઈ જવાથી અકસ્માતની આ ઘટના બની હતી. આ અકસ્માતમાં, પીકઅપમાં સવાર મજૂરોમાંથી ચાર મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યાં હતાં.
અકલતરા પોલીસે કાર્યવાહી હાથ ધરી : જાંજગીર ચંપામાં થયેલા આ અકસ્માતની ઘટનાની માહિતી મળતા અકલતરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોનેે તબીબી સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરી હતી. ઇજાગ્ર્સ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અકલતરા ખાતે મોકલવામાં આવેલા હતાં. અહીં હાજર તબીબે પ્રાથમિક સારવાર બાદ 5 લોકોને વધુ સઘન સારવાર માટે બિલાસપુર રીફર કર્યા હતાં.
આ પણ વાંચો 12 વર્ષનો છોકરો બોરવેલમાં ખાબક્યો, 24 કલાક બાદ પણ પ્રતિસાદ ન મળતા હવે રોબોટિક્સની લેવાશે મદદ
આજે સવારે બની ઘટના : આજે સવારે 10 કલાકે અમરતાલ ગામથી 9 મજૂરોને લઈને પીકઅપ વાહન અકલતરાની રાઈસ મીલ તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ વાહને ટક્કર મારી હતી. મીની માતા ચોક પાસે બેકાબૂ બનીને પીક અપ વાન પલટી ખાઈ જતા ઘટના સ્થળે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી, ઘટના સ્થળેથી કોઈએ અકલતરા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
5 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવીને રિફર કર્યા : મજૂરોથી ભરેલું પીકઅપ વાહન પલટી જવાની માહિતી મળતા અકલતરા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉમેશ સાહુ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને ઈજાગ્રસ્તોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, અકલતારામાં સારવાર માટે મોકલ્યાં હતાં., જ્યાં ડૉક્ટરની ટીમે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી અને 5 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવીને રિફર કર્યા હતા.
આ પણ વાંચો છત્તીસગઢના વ્યક્તિનું રાજકોટમાંથી 18 વર્ષ બાદ પરિવાર સાથે કરાવ્યું મિલન
અકસ્માતનું મુખ્ય કારણ શોધવા પ્રયાસ : ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા પાંચ મજૂરોને બિલાસપુર સિમ્સ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને અકલતરા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકલતરા પોલીસ મજૂરો વિશે પણ માહિતી એકત્રિત કરી રહી છે અને અકસ્માતનું મુખ્ય કારણ શોધવાનો પણ પ્રયાસ કરી રહી છે.
ફેબ્રુઆરીમાં આટલી બધી અકસ્માતની ઘટનાઓ બની અકલતરા પોલીસનું અનુમાન છે કે તેજ ગતિએ વાહન હંકારવાના કારણે પીક અપ વાન બેકાબૂ થઇને પલટી મારી ગઇ છે. જોકે ઘટના વિશે અકલતારા પોલીસ ઘટનાસ્થળની આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. સાથે જ ઇજા પામેલા મજૂરોના પરિવારોની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના કેવી રીતે બની અને કેમ બની તેની પૂછપરછ પણ પોલીસ કરી રહી છે. છત્તીસગઢમાં લગભગ દરરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. 26 ફેબ્રુઆરીએ પણ રાયપુરના ખરોરામાં પિકએપવાન પલટી જવાથી 15 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. તો 24 તારીખે બલૌદા બજારમાં ટ્રક અને પીક અપ વાન અથડાતાં 11 લોકોના મોત નીપજ્યાં હતાં. તો ફેબ્રુઆરીમાં ડ કાંકેરમાં પણ અકસ્માતની ઘટના બની હતી જેમાં શાળાએ જતાં બાળકો ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઇ હતી અને તેમાં 6 બાળકોના મોત થયાં હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર માર્ગ અકસ્માતોમાં મુખ્ય કારણ ડ્રાઇવર દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવવું, નિંદ્રાની સ્થિતિમાં વાહન ચલાવવું અને યાતાયાતના નિયમોની અવગણના છે.