- UPના નિવૃત્ત આઈએએસ અનુપ ચંદ્ર બન્યા નવા ઈલેક્શન કમિશનર
- 1984 બેચના સેવાનિવૃત્ત IAS અધિકારીની ઈલેક્શન કમિશનર તરીકે નિમણૂક
- અનુપચંદ્રની કરી નિમણૂક અંગે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ કેડરના પૂર્વ IAS અધિકારી અનુપચંદ્ર પાંડેની મંગળવારે ઈલેક્શન કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કાયદા મંત્રાલયના વિભાગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ વર્ષ 1984 બેચના સેવાનિવૃત્ત IAS અધિકારીની ઈલેક્શન કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વર્ષ 2019માં નિવૃત્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો- સુરત જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી
સુનીલ અરોડાનો કાર્યકાળ 12 એપ્રિલે પૂર્ણ થયો
મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સુનીલ અરોડાનો કાર્યકાળ 12 એપ્રિલે પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદથી ચૂંટણી કમિશનરનું એક પદ ખાલી હતું. સુશીલ ચંદ્રા CEC છે. જ્યારે રાજીવ કુમાર અન્ય ચૂંટણી કમિશનર છે.
આ પણ વાંચો- અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી
વર્ષ 2024માં સેવાનિવૃત્ત થશે
સરકારે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું હતું કે, પાંડેને તેમનો પદભાર ગ્રહણ કરવાની તારીખથી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અનુપચંદ્ર ઓગસ્ટ 2019માં સેવાનિવૃત્તિ થયા પહેલા તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ અને ઔદ્યોગિક વિકાસ કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક, એમબીએ અને પ્રાચીન ઈતિહાસમાં ડોક્ટરેટ કર્યું છે. ચૂંટણી પંચમાં પાંડેનો કાર્યકાળ ત્રણ વર્ષથી ઓછો હશે અને તે વર્ષ 2024માં સેવાનિવૃત્ત થશે.