નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય કાયદાપ્રધાન અશ્વની કુમારે પાર્ટી સાથે 46 વર્ષના લાંબા જોડાણ બાદ મંગળવારે કોંગ્રેસમાંથી (Resignation from Congress ) રાજીનામું આપી દીધું છે.
સોનિયા ગાંધીને પત્ર લખ્યો
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં (Ashwani Kumar wrote letter to congress chief) તેમણેે જણાવ્યું છે કે, "મેં ઊંડી વિચારણા કર્યા બાદ તારણ કાઢ્યું છે કે વર્તમાન સંજોગોમાં અને મારી ગરિમા સાથે સુસંગત રહીને હું પક્ષની બહાર મોટા રાષ્ટ્રીય કાર્યોને શ્રેષ્ઠ રીતે નિભાવી શકું છું."
આ પણ વાંચોઃ Parliament Proceedings : સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને સંસદીય પ્રક્રિયાનો પાઠ ભણાવ્યો
પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરણા
અશ્વની કુમારે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાં પત્રમાં (Resignation from Congress ) વધુમાં જણાવ્યું હતું કે તેઓ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલ ઉદાર લોકશાહીના વચનના આધારે પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરિત જાહેર હેતુઓને સક્રિયપણે આગળ ધપાવવાની આશા રાખે છે. "હું તે મુજબ 46 વર્ષના લાંબા જોડાણ પછી પાર્ટી છોડી (Ashwani Kumar quits Congress ) રહ્યો છું અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલ ઉદાર લોકશાહીના વચનના આધારે પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરિત જાહેર હેતુઓને સક્રિયપણે આગળ ધપાવવાની આશા રાખું છું," વધુમાં તેમણે ઉમેર્યું છે કે, "મારા આદરપૂર્વક અભિવાદન સાથે, હું ભૂતકાળમાં મારા માટે વિસ્તૃત વિચારણા કરવા માટે તમારો આભાર માનું છું અને આગામી વર્ષોમાં તમારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા વ્યક્ત કરું છું"
આ પણ વાંચોઃ UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા
નોંધનીય છે કે 5રાજ્યોની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં અશ્વની કુમારનું રાજીનામું (Ashwani Kumar quits Congress ) પાર્ટીમાંથી ધડાધડ રાજીનામાં પડવાના દોર વધુ એક કડી બની ગયું છે. તેમની પહેલાં થોડા દિવસ અગાઉ ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન આર પી એન સિંહનું રાજીનામું પડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના કેટલાક નેતાઓએ કોંગ્રેસ છોડી (Resignation from Congress ) તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ અને લુઈસિન્હો ફાલેરોનો પણ સમાવેશ થાય છે.